Hindenburg Reportને લઈ Rahul Gandhiએ આપી પ્રતિક્રિયા, ઉઠાવ્યા અનેક સવાલ, પીએમ પર સાધ્યું નિશાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-12 14:03:15

શનિવારે હિંડનબર્ગ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી હતી. તે બાદ અનેક તર્ક ઉભા થયા હતા, સવાલો ઉભા થયા હતા કે હવે કોનો વારો. હિંડનબર્ગના નવા રિપોર્ટે તો હાહાકાર મચાવી દીધો છે જેમાં સેબીના ચેરપર્સન માધાવી પુરી બુચ અને તેમના પતિ પર મોટા આરોપો લગાવ્યા છે. હવે આ મામલે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અને પ્રશ્નો કર્યા છે.  

રાહુલ ગાંધીએ હિંડનબર્ગને લઈ આપી પ્રતિક્રિયા

રાહુલ ગાંધીએ માધવી પુરીના રાજીનામાની માંગ કરી છે . રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે 'દેશભરના પ્રમાણિક રોકાણકારો પાસે સરકાર માટે મહત્ત્વના પ્રશ્નો છે. પહેલું- સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ નથી આપ્યું? બીજું- જો રોકાણકારો તેમની મહેનતની કમાણી ગુમાવે તો તેના માટે કોણ જવાબદાર હશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેબીના ચેરમેન કે ગૌતમ અદાણી? ત્રીજું - જે નવા અને અત્યંત ગંભીર આરોપો સામે આવ્યા છે તે જોતાં શું સુપ્રીમ કોર્ટ આ મામલાની ફરીથી પોતાની રીતે તપાસ કરશે?


વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે...

વીડિયોમાં રાહુલ ગાંધીએ સમજાવતા કહ્યું  કે 'કલ્પના કરો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ રહી છે અને મેચ જોનાર અને મેચ રમનાર દરેક વ્યક્તિ જાણે છે કે અમ્પાયરો ન્યાયી નથી. આવી સ્થિતિમાં મેચનું શું થશે? મેચની નિષ્પક્ષતા અને પરિણામનું શું થશે? મેચમાં હાજરી આપનાર વ્યક્તિ તરીકે તમને કેવું લાગશે? ભારતીય શેરબજારમાં આવું જ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના શેરબજારમાં મોટી સંખ્યામાં લોકો રોકાણ કરી રહ્યા છે. 


વડાપ્રધાન પર સાધ્યું રાહુલ ગાંધીએ નિશાન! 

વધુમાં તેમણે કહ્યું કે તેઓ તેમની મહેનતની, પ્રમાણિકતાથી કમાયેલી બચતને શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. વિપક્ષના નેતા તરીકે, તમારા ધ્યાન પર લાવવાની મારી ફરજ છે કે ભારતીય શેરબજાર જોખમમાં છે કારણ કે શેરબજારનું નિયમન કરતી સંસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા છે.‘હવે એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન મોદી જેપીસી તપાસથી કેમ આટલા ડરે છે અને તેનાથી શું બહાર આવી શકે છે.’



શેરમાર્કેટ પર હજી કોઈ અસર નથી દેખાઈ રહી 

જોકે સેબીના અધ્યક્ષે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે તો રાહુલ ગાંધીના સવાલના જવાબ મળે છે કે કેમ એ જોવાનું રહ્યું.. મહત્વનું છે કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ શેર માર્કેટમાં કડાકો આવશે તેવું લાગતું હતું પરંતુ આ રિપોર્ટની કોઈ અસર શેરમાર્કેટ પર હજી સુધી પડી હોય તેવું લાગી રહ્યું નથી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?