રાહુલ ગાંધી એકાંતવાસ માટે પહોંચ્યા કેદારનાથ ધામ, કોંગ્રેસ કહ્યું 'આ તેમની વ્યક્તિગત અને આધ્યાત્મિક યાત્રા'


  • Published By :
  • Published Date : 2023-11-05 18:21:43

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ત્રણ દિવસની મુલાકાતે કેદારનાથ પહોંચ્યા છે. રાહુલ ગાંધી લગભગ 12:30 વાગે સ્પેશિયલ ચાર્ટર દ્વારા જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા હતા.અહીંથી રાહુલ ગાંધી સીધા હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ જવા રવાના થયા હતા. જ્યાં કેદારનાથ પહોંચીને તેમણે તીર્થયાત્રાનો પ્રારંભ કર્યો હતો.પૂજારીઓએ રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રાહુલ ગાંધીનો સંપૂર્ણ વ્યક્તિગત અને આધ્યાત્મિક કાર્યક્રમ છે.આ કાર્યક્રમમાં કોંગ્રેસના કોઈપણ નેતાઓને તેમને મળવા દેવાયા નથી. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોડિયાલે કેદારનાથમાં રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પણ કોંગ્રેસનો કોઈ કાર્યકર તેમનું સ્વાગત કરવા આવ્યો ન હતો. રાહુલ ગાંધીએ કેદારનાથ આવતા પહેલા જ તમામ કાર્યકર્તાઓને તેમને ન મળવાની અપીલ કરી હતી, ત્યારબાદ કોઈ કાર્યકર તેમને મળવા ગયો ન હતો.


રાહુલ ગાંધીની અંગત અને આધ્યાત્મિક યાત્રા


વિધાનસભા ચૂંટણીના વ્યસ્ત પ્રચાર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ત્રણ દિવસીય મુલાકાતના ભાગરૂપે કેદારનાથ પહોંચ્યા છે. રાહુલ ગાંધીની આ મુલાકાતને સંપૂર્ણ રીતે વ્યક્તિગત અને આધ્યાત્મિક મુલાકાત ગણાવવામાં આવી રહી છે, ઉત્તરાખંડ કોંગ્રેસ દ્વારા આ અંગે કોઈ ઔપચારિક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. ઉત્તરાખંડ કોંગ્રેસના અધિકારીએ કહ્યું કે આ રાહુલ ગાંધીની અંગત અને આધ્યાત્મિક યાત્રા છે અને કોંગ્રેસના કાર્યકરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ યાત્રાને રાહુલ ગાંધીની વ્યક્તિગત અને આધ્યાત્મિક યાત્રાનું સન્માન કરે. રાહુલ ગાંધી રવિવાર અને સોમવારની રાત કેદારનાથમાં વિતાવશે, મંગળવારે બપોરે રાહુલ ગાંધી કેદારનાથની યાત્રા પૂરી કરીને રવાના થશે.


રાહુલ ગાંધીનું સોફ્ટ હિંદુત્વ?


વિરોધી પક્ષ ભાજપ રાહુલની આ મુલાકાતને ચૂંટણી પ્રચારમાંથી પલાયન થવા તરીકે જોઈ રહ્યો છે. બીજી બાજુ ધાર્મિક સ્થળો પર રાહુલ ગાંધીના લાંબા રોકાણને સોફ્ટ હિંદુત્વના મોરચે નવું ચિત્ર ઊભું કરવાના પ્રયાસ તરીકે ગણવામાં આવે છે. ચૂંટણી રાજ્યોમાં આ કવાયતથી કોંગ્રેસને શું મળશે તે તો ચૂંટણી પરિણામો પરથી જ ખબર પડશે. જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?