કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે છત્તીસગઢ પ્રવાસે છે, તેઓ ચૂંટણી રેલી કરતા પહેલા રાયપુરની નજીક આવેલા કટિયા ગામના એક ખેતરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી અને તેમની સાથે મળીને પાકની કાપણી પણ કરી હતી. રાહુલ ગાંધી સાથે છત્તીશગઢના સીએમ ભૂપેશ બધેલ, ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ, વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંત અને ગૃહ મંત્રી તામ્રધ્વજ સાહુ પણ જોડાયા હતા.
અગાઉ કુલીઓ સાથે કરી હતી મુલાકાત
ઉલ્લેખનિય છે કે અગાઉ રાહુલ ગાંધી રેલ્વે સ્ટેશન પર કુલીના પોષાકમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી આજે (ગુરુવાર) 21 સપ્ટેમ્બરે નવી દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા અને કુલીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી પણ સામાન લઈને જતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ફોટા અને વીડિયો શેર કર્યો હતો.