વિદેશની ધરતી પર Rahul Gandhiએ ઉઠાવ્યા દેશના મુદ્દા! Modi સરકારને ઘેરવાનો કર્યો પ્રયાસ, સાંભળો કયા મુુદ્દાઓ પર કરી ચર્ચા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-09 10:56:12

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ વિદેશના પ્રવાસ પર છે. 5 સપ્ટેમ્બરના રોજ તેઓ યુરોપ જવા માટે રવાના થઈ ગયા હતા. વિદેશના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી અનેક વખત દેશના અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરતા હોય છે. ત્યારે ફરી એક વખત દેશના મુદ્દાની ચર્ચા રાહુલ ગાંધીએ કરી છે. શુક્રવારે બ્રસેલ્સમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે INDIA Allianceને લઈ સરકાર ગભરાઈ ગયેલી છે. અમે ભારતનો અવાજ છીએ. આને લઈ પ્રધાનમંત્રી ડરી ગયા છે અને દેશનું નામ બદલવા માગે છે. આ પૂરો મુદ્દો અદાણી પર મારા દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ થયું છે. જેને લઈ દેશનું ધ્યાન ભટકી જાય. 

રાહુલ ગાંધીના નિવેદનને લઈ ગરમાય છે દેશનું રાજકારણ 

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી અનેક વખત ચર્ચામાં રહી રહ્યા છે. વિદેશની ધરતી પર રાહુલ ગાંધી અનેક વખત દેશમાં જે મુદ્દાઓ ચાલતા હોય તેની ચર્ચા કરતા હોય છે. વિદેશમાં આપવામાં આવતા નિવેદનને લઈ ભારતનું રાજકારણ ગરમાતું હોય છે. થોડા સમય પહેલા પણ રાહુલ ગાંધીના ભાષણને લઈ ભારતમાં વિવાદ છેડાઈ ગયો હતો. ત્યારે આજે ફરી એક વખત રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે જેમાં ભારત અને ઈન્ડિયા નામને લઈ ચર્ચા કરી હતી. સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ગરીબીને લઈ, જી-20માં મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ નથી આપવામાં આવ્યું તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. 

દેશના નામને લઈ રાહુલ ગાંધીએ કહી આ વાત     

યુરોપના પ્રવાસે હાલ રાહુલ ગાંધી ગયા છે. બેલ્જિયમમાં રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં ભારતમાં વર્તમાનમાં ચાલતા મુદ્દાઓને લઈ ચર્ચા કરી હતી. હમણાં સૌથી વધારે જો કોઈ મુદ્દાની ચર્ચા થતી હોય તો તે મુદ્દો છે દેશના નામની : ભારતની કે ઈન્ડિયાની... આ મુદ્દાને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે  INDIA Allianceને લઈ સરકાર ગભરાઈ ગયેલી છે. અમે ભારતનો અવાજ છીએ. આને લઈ પ્રધાનમંત્રી ડરી ગયા છે અને દેશનું નામ બદલવા માગે છે. આ પૂરો મુદ્દો અદાણી પર મારા દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ થયું છે. જેને લઈ દેશનું ધ્યાન ભટકી જાય.

કાશ્મીર મુદ્દે આ વાત કહી રાહુલ ગાંધીએ 

તે સિવાય જી-20ને લઈ પણ તેમણે વાત કરી હતી.જી-20ના શિખર સંમેલનના ડિનરમાં રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ નથી આપવામાં આવ્યું. આ મુદ્દે જ્યારે રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ સાબિત કરે છે કે 60 ટકા જનતાનું નેતૃત્વ કરવાવાળાને મહત્વ નથી આપી રહ્યા. તે સિવાય કાશ્મીરને લઈ તેમણે નિવેદન આપ્યું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અમારા સિવાય આનાથી કોઈ બીજાને કોઈ લેવા-દેવા નથી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?