રાહુલ ગાંધીએ ગુજરાત મોડલ પર ઉઠાવ્યા સવાલ, જુનાગઢમાં મૃત્યુ પામેલા લોકોને લઈ રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-30 12:28:16

જુનાગઢમાં કેફિ પદાર્થનું સેવન કરવાથી બે લોકોના મૃત્યુ થઈ ગયા હતા. લોકો આને કથિત લઠ્ઠાકાંડ કહી રહ્યા હતા. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાત મોડલ પર અને ગુજરાતમાં દારૂ બંધી હોવાના દાવા પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ લખ્યું કે ગાંધીની અને સરદારની ભૂમિને નશામાં ભેળવાઈ રહ્યું છે. એક તરફ માત્ર નામની દારૂબંધી અને બીજી તરફ ઝહેરા દારૂથી લોકોના મોત થઈ રહ્યા છે. રોજગાર આપવાની જગ્યાએ સરકાર ઝહેરેલી દારૂ આપી રહી છે.

ગુજરાત મોડલ પર રાહુલે સાધ્યું નિશાન 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બર અને બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દારૂની હેરાફેરી ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અનેક વખત મોટા પ્રમાણમાં દારૂનો તેમજ ડગ્સનો જથ્થો મળી આવે છે. પરંતુ કોઈ વખત દારૂ નથી પકડાતો. થોડા સમય પહેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયું હતું જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. જે બાદ જુનાગઢમાં બે લોકોના શંકાસ્પદ રીતે મોત થતાં લઠ્ઠાકાંડની આશંકા લોકો સેવી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસે ગુજરાત મોડલ પર સવાલ ઉઠાવ્યા છે.

  

કોંગ્રેસે આ ગુજરાત મેં બનાવ્યું છે કેમ્પેઈન પર સાધ્યું નિશાન 

ચૂંટણી સમયે આ ઘટના બનતા કોંગ્રેસે સરકારને આ મુદ્દે ઘેરી છે. રાહુલ ગાંધીએ ભાજપ પર ગુજરાત સરકાર પર દારૂ બંધીને સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ લખ્યું કે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં કાલે ઝહેરીલી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. તેમણે લખ્યું કે એક તરફ દેખાડાની દારૂબંધી છે, બીજી રોજગારની જગ્યાએ દારૂ અને ડગ્સ આપી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પણ રાહુલ ગાંધીના ટ્વિટને રિ-ટ્વિટ કરી નરેન્દ્ર મોદીના કેમ્પઈન આ ગુજરાત મેં બનાવ્યું છે તેની પર કટાક્ષ કર્યા છે. 

Image

     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?