કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી હાલ 150 દિવસની ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, તેમણે શુક્રવારે તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં એક વિવાદાસ્પદ કેથોલિક ચર્ચના પાદરી જ્યોર્જ પોનૈયા સાથે મુલાકાત કરી હતી. રાહુલ અને પાદરી વચ્ચે થયેલી ચર્ચા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વીડિયો અંગે જબરદસ્ત વિવાદ થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસને નિશાન બનાવીને આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે.
Ye Bharat Jodo Yatra hai? pic.twitter.com/dTE149wv3e
— BJP (@BJP4India) September 10, 2022
શા માટે થયો વિવાદ?
Ye Bharat Jodo Yatra hai? pic.twitter.com/dTE149wv3e
— BJP (@BJP4India) September 10, 2022મુટ્ટીડિયન પરાઈ ચર્ચમાં રાહુલ ગાંધી અને પાદરી વચ્ચે વાતચીતનો જે વીડિયો વાયરલ થયો હતો, તેમાં રાહુલ ગાંધીને એ પૂછતા સાંભળી શકાય છે કે, "ઈસુ ખ્રિસ્ત ભગવાનનું સ્વરૂપ છે? શું આ સાચું છે?" તેમના પ્રશ્નના જવાબમાં, પાદરી જ્યોર્જ પોનૈયાએ કહ્યું, "ના, તે ખરેખર ભગવાન છે."
ભાજપના કોંગ્રેસ પર પ્રહાર
ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આ નિવેદન અંગે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે અને આ યાત્રાને 'ભારત તોડો' યાત્રા ગણાવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, 'જ્યોર્જ પોનૈયા રાહુલ ગાંધીને મળ્યા હતા. તેઓ કહે છે કે ઈસુ એકમાત્ર ઈશ્વર છે. આ વ્યક્તિની અગાઉ પણ હિંદુ ધર્મ વિરુદ્ધ નફરતભર્યા નિવેદનો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પૂછ્યું- શું ભારત તોડો આઈકોન સાથે ભારત જોડો યાત્રા ચાલી રહી છે?
કોંગ્રેસે કર્યો રાહુલ ગાંધીનો બચાવ
કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના બચાવમાં આવી ગઈ છે. જયરામ રમેશે કહ્યું, 'ભાજપની હેટ ફેક્ટરીનું એક ઘૃણાસ્પદ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. ઓડિયોમાં જે પણ રેકોર્ડ કરવામાં આવ્યું છે તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. આ ભાજપનું ષડયંત્ર છે, ભારત જોડો યાત્રાના સફળ પ્રારંભ પછી ભાજપ ખુબ હતાશ થઈ ગઈ છે. આ યાત્રાને લોકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.