રાહુલ ગાંધીએ PM મોદી પર લગાવ્યો આરોપ, મિત્ર અદાણીને બચાવી રહ્યા છે પ્રધાનમંત્રી


  • Published By :
  • Published Date : 2023-02-08 19:11:56

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જો કે, આ દરમિયાન PM મોદીએ અદાણીને લઈને વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર કંઈ કહ્યું ન હતું. આ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમના પર વળતો પ્રહાર કર્યો હતો. વડાપ્રધાન મોદી પર અદાણીને બચાવવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે PM મોદીએ અદાણી મુદ્દે એક પણ સવાલનો જવાબ આપ્યો નથી. તેમની વાણીમાં સત્ય દેખાય છે. જો (અદાણી) મિત્ર ન હોત, તો તેમણે કહેવું જોઈતું હતું કે તે તપાસ કરાવશે. 


રાહુલે PM મોદીને નિશાન બનાવ્યા 


લોકસભામાં વડાપ્રધાનના ભાષણ બાદ ગૃહની બહાર વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું સંતુષ્ટ નથી. પીએમના સંબોધનમાં અદાણી કેસનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાનના સંબોધનમાં સત્ય દેખાય છે. તેમણે એક પણ જવાબ આપ્યો નહીં. તપાસ કરાવવાની વાત કરી નથી. જો તે મિત્ર ન હોત તો તેમણે ચોક્ક્સ કહ્યું હોત કે ઠીક છે હું તપાસ કરાવી લઈશ, પરંતુ તેમણે એવું કંઈ કહ્યું નહીં.


PM મિત્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તેમની (અદાણીની) શેલ કંપની, ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં બેનામી પૈસા ફરી રહ્યા છે. તેના પર વડાપ્રધાન કંઈ બોલ્યા નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન તેમની રક્ષા કરી રહ્યા છે. આ રાષ્ટ્રીય સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મામલો છે, વડા પ્રધાને કહેવું જોઈતું હતું કે તેઓ તપાસ કરાવશે, આ એક મોટું કૌભાંડ છે. તે ચોક્કસપણે તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, હું સમજું છું કે તે આવું શા માટે કરી રહ્યા છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..