અદાણીને લઈ કોંગ્રેસ એકદમ આક્રામક દેખાતી હોય છે. કેન્દ્ર સરકારને અનેક વખત અદાણી મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અનેક એવી પોસ્ટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી હોય છે જેમાં મોદી અને અદાણીને ભાઈ બતાવવામાં આવે છે. ત્યારે આજે અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ અદાણીને લઈ મોટા આક્ષેપો કર્યા છે. કોલસા ખરીદી કોંગ્રેસના નેતાએ વાત કરી હતી.
અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કરી પ્રેસ કોન્ફરન્સ
2024માં લોકસભા ચૂંટણી આવવાની છે. અલગ અલગ મુદ્દાઓ ચૂંટણીમાં હોવાના છે. કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરશે જ્યારે ભાજપ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરશે. ચૂંટણી દરમિયાન અદાણી કોંગ્રેસ માટે એક મુદ્દો હોઈ શકે છે. અદાણીને લઈ સરકારને અનેક વખત કોંગ્રેસે ઘેરવાનો પ્રયાસ કર્યો છે. થોડા સમય પહેલા જ્યારે અદાણીને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો તે વખતે પણ કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. ત્યારે આજે ફરી એક વખત અદાણીને લઈ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
અદાણી ગરીબો પાસેથી પૈસા લે છે - રાહુલ ગાંધી
પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ન્યુઝ પેપર કટિંગ બતાવ્યું હતું અને કહ્યું હતું કે ઈન્ડોનેશીયાથી અદાણી કોલસાની ખરીદી કરે છે. પરંતુ જ્યારે તે કોલસો ભારત આવે છે ત્યારે તેનો ભાવ ડબલ થઈ ગયો હોય છે. અદાણી ગરબોથી પૈસા લે છે.