રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. મણિપુરથી નીકળેલી આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી રહી છે અને એ રીતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક બેઠકો કવર થઈ જાય. અલગ અલગ રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે અને અનેક રાજ્યોમાંથી હવે આ યાત્રા પસાર થવાની છે. રાહુલ ગાંધીની આ યાત્રા મધ્યપ્રદેશના સાજાપુર પહોંચી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તેમને બટાકા આપ્યા. આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ 2017માં એક નિવેદન આપ્યું હતું કે એક તરફ આલુ ડાલોગે તો સોના નિકલેગા સ્ટેટમેન્ટ માટે ચર્ચામાં આવ્યા હતા .
ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન!
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપના કાર્યકર્તાઓે રાહુલ ગાંધીએ બટાકા આપ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મધ્યપ્રદેશ પહોંચી હતી ત્યારે રાહુલ ગાંધીને ભાજપના કાર્યકર્તાઓનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ અનેક વખત એવા નિવેદન આપી દેતા હોય છે જેને લઈ ચર્ચાઓ થતી હોય છે. ત્યારે 2017માં રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું કે આલુ ડાલો સોના નિકલેગા..! આ નિવેદન એ સમયે ઘણું વાયરલ થયું હતું. ત્યારે આજે ફરી એક વખત રાહુલ ગાંધી અને બટાકા સાથે જોવા મળ્યા હતા!
શું છે ભારત જોડો ન્યાય યાત્રાનું રૂટ?
ભારત જોડો ન્યાય યાત્રા જે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ મણિપુરથી શરુ કરાઈ છે. આ યાત્રા શરૂઆતથી જ વિવાદોમાં રહેલી છે , પહેલા આસામમાં તેઓ આસામ સરકારની વિરુદ્ધમાં ધરણા પર બેસી ગયા હતા. ત્યારે પણ આ યાત્રા વિવાદોમાં આવી ગઈ હતી. આ યાત્રા ૧૦૦ જેટલી લોક્સભાઓ કવર કરશે, ત્યારબાદ ૩૩૭ જેટલી વિધાનસભા પણ કવર કરશે , અને ૧૫ રાજ્યોમાંથી પસાર થવાની હતી અને હવે માર્ચની ૭ તારીખે આ યાત્રા ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે .