ફરી એક વાર રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે એને આ 37 દિવસમાં એમની ત્રીજી મુલાકાત છે! ગુજરાતભરમાં એની ચર્ચા છે અનેક લોકો એવું કહે છે કે ગુજરાતમાં કોંગ્રેસનું નવસર્જન થશે ઘણા એવું કહે છે કે આ મુલાકાતો પછી કશું બદલાશે નહીં તો વિસ્તારથી વાત કરી એવા કારણો અને મુદ્દાઓની જેના કારણે કોંગ્રેસમાં આશાવાદ છે!
2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવવા માટે રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અને 37 દિવસમાં કેટલી વાર અને કેમ રાહુલ ગાંધી આવ્યા?