ઝારખંડમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે ઝારખંડ વિધાનસભામાં ચંપાઈ સોરેને વિશ્વાસ મત જીતી લીધો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના પ્રમુખ હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ સાથે મળીને ન્યાય માટેની લડાઈ ચાલુ રાખશે.
आज झारखंड में श्री @RahulGandhi से श्रीमती कल्पना सोरेन जी ने मुलाकात की।
हम सभी एकजुट होकर न्याय की लड़ाई जारी रखेंगे, जनता की आवाज बुलंद करेंगे।
नफरत हारेगी, जीतेगा INDIA ???????? pic.twitter.com/wA0ZQjlFXX
— Congress (@INCIndia) February 5, 2024
કોંગ્રેસે શેર કરી તસવીર
आज झारखंड में श्री @RahulGandhi से श्रीमती कल्पना सोरेन जी ने मुलाकात की।
हम सभी एकजुट होकर न्याय की लड़ाई जारी रखेंगे, जनता की आवाज बुलंद करेंगे।
नफरत हारेगी, जीतेगा INDIA ???????? pic.twitter.com/wA0ZQjlFXX
રાહુલ ગાંધીએ હેમંત સોરેનના પત્ની સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત કરી હતી. હેમંત સોરેનની પાર્ટી પણ મહાગઠબંધનનો એક ભાગ છે. કોંગ્રેસે સોશિયિલ મીડિયા પર આ મુલાકાતની તસવીર શેર કરતા કહ્યું કે આપણે એકજુથ થઈને ન્યાય માટેની લડાઈ ચાલુ રાખીશું, જનતાનો અવાજ બુલંદ કરીશું, નફરત હારશે અને ઈન્ડિયા જીતશે.
ચંપાઈ સોરેનને મળ્યા 47 મત
ઝારખંડ વિધાનસભામાં યોજાયેલા વિશ્વાસ મતમાં ચંપાઈના સમર્થનમાં 47 મત જ્યારે વિરોધમાં વિપક્ષના 29 મત પડ્યા હતા. ઉલ્લેખનિય છે કે JMM અને ગઠબંધનના ધારાસભ્યોની હોર્સ ટ્રેડિંગ ટાળવા માટે તેમને હૈદરાબાદ મોકલી દેવામાં આવ્યા હતા. આ ધારાસભ્યો શનિવારે સાંજે જ પરત ફર્યા હતા. બાદમાં તેમને રાંચીના સર્કિટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત PMLA કોર્ટે પૂર્વ સીએમ હેમંત સોરેનને પણ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ માટે વિધાનસભામાં હાજર રહેલાની મંજુરી આપી હતી.