શું તમે લગ્ન કરવા તૈયાર છો, કેવી જીવનસાથી જોઈએ? રાહુલ ગાંધીએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-28 21:38:28

દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમના અંગત જીવન અંગે આજે મૌન તોડ્યું હતું. તેમણે એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમના મનની વાત કહી હતી. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તમે લગ્ન કરવા માંગો છો અને તમારે કેવી જીવનસંગીની જોઈએ? તેવા સવાલનો દિલ ખોલીને જવાબ આપ્યો હતો.


રાહુલ ગાંધીએ આપ્યો આ રસપ્રદ જવાબ


રાહુલ ગાંધીએ કહ્યું છે કે, તેઓ લગ્ન માટે એવી યુવતી પસંદ કરશે જેમાં તેમની દાદી ઈન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી જેવા ગુણો હોય. રાહુલ ગાંધીને તેમના દાદી સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, તે મારા જીવનનો પ્રેમ હતાં, તે મારી બીજી માતા હતી. જ્યારે રાહુલ ગાંધીને આયર્ન લેડી (ઇન્દિરા ગાંધી) વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે લોકો તેમને મૂંગી ઢીંગલી પણ કહેતા હતા. આયર્ન લેડીનું બિરુદ મેળવતા પહેલા આ જ લોકો ઈન્દિરાજીને મૂંગી ઢીંગલી કહેતા હતા.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?