રાહુલ ગાંધીએ 10 વર્ષ પહેલા કરેલી એક ગફલત આજે ભારે પડી, તે મોટી ભૂલ કઈ હતી? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 20:42:53

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્ય પદ રદ્દ થયું છે, સૂરતની કોર્ટે ગઈ કાલે રાહુલ ગાંધીને માનહાનિનાં કેસમાં 2 વર્ષની સજા સંભળાવી હતી. જો કે કોર્ટથી તેમને તરત જ જામીન મળી ગઈ અને સજાને 30 દિવસ માટે મોકુફ કરી છે. પરંતુ રાહુલ ગાંધીની મુશ્કેલી હજુ યથાવત જ છે. આ ઘટનાક્રમ દરમિયાન રાજકીય વિશ્લેષકો રાહુલ ગાંધીએ આજથી 10 વર્ષ પહેલા કરેલી એક ભૂલને યાદ કરી રહ્યા છે. તે સમયે જો રાહુલ ગાંધીએ આ ભૂલ ન કરી હોત તો આજે તેમનું સાંસદ પદ સુરક્ષીત રહ્યું હોત, આવો જાણીએ કે રાહુલ ગાંધીએ તે સમયે શું મોટી ભૂલ કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


વર્ષ 2013માં RJD સુપ્રીમો લાલુ યાદવ ચારા કૌંભાડમાં દોષીત જાહેર થયાં બાદ તેમનું લોકસભા સભ્ય પર પણ સંકટ આવી શકે તેમ હતું. તે સમયે યુપીએ-2ના શાસનમાં પીએમ મનમોહન સિંહની સરકાર એક ખરડો લઈને આવી. તેમાં કહેવામાં આવ્યું હતું કે વર્તમાન સાંસદ કે વિધાયકને જો કોઈ કોર્ટ દ્વારા દોષીત જાહેર કરવામાં આવે છે અને જો તેમણે ઉપલી અદાલતમાં અરજી કરેલ છે તો તેમની સદસ્યતા નહીં જાય. જો કે તે સમય દરમિયાન તેઓ સંસદમાં વોટ નહીં આપી શકે અને તેમને વેતન પણ નહીં મળે. રાહુલ ગાંધીએ તે સમયે આ ખરડાને બકવાસ કહ્યો હતો અને તે વટહુકમને પ્રેસ કોન્ફેરન્સમાં જ ફાંડી નાંખ્યો હતો. જો આ ખરડો તે સમયે સંસદમાં પસાર થઈને કાયદો બન્યો હોત તો રાહુલ ગાંધીને લોકસભા સભ્ય પદ ગુમાવવાનો દિવસ આવ્યો નહોત.


વર્ષ 2013નો સુપ્રીમનો ચુકાદો શું કહે છે?


વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે બંધારણના લોક-પ્રતિનિધિ અધિનિયમ 1951ને લઈને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે આ અધિનિયમની કલમ 8(4)ને ગેરબંધારણિય ઠેરવી હતી. આ કલમ અનુસાર ગુનાહિત મામલામાં 2 વર્ષ કે તેથી વધારે સજાની જોગવાઈવાળી કલમો અંતર્ગત કોઈ પ્રખ્યાત પ્રતિનિધિને તે  દોષીત કરાર રૂપે અયોગ્ય ન ઠેરવી શકાય જો તેના તરફથી ઉપરી કોર્ટમાં અપીલ કરવામાં આવી હોય. એટલે કે કલમ 8(4) દોષીત સાંસદ, વિધાયકને કોર્ટનાં નિર્ણયનાં વિરોધમાં અપીલ પેન્ડિગ હોય તો પણ તેમનું પદ યથાવત રહે છે. સુપ્રીમ કોર્ટે આપેલા આ ચુકાદા બાદ કોઈપણ કોર્ટમાં દોષીત જાહેર થયેલા નેતાનું ધારાસભ્ય પદ અને અને સાંસદ પદ જતું રહે છે. વળી તે નેતા આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય થઈ જાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?