ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તવાંગ પર વધતા તનાવ વચ્ચે રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચીન અને પાકિસ્તાન એક છે. અને જો યુદ્ધ થયું તો એક દેશ સાથે નહીં પરંતુ બંને દેશો જોડે થશે. જેને કારણે ભારતને ઘણું નુકસાન થવાનું છે.
ભારત અને ચીન વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર વાત કરી છે. અનેક લોકો સાથે મુલાકાત પણ કરી છે. ત્યારે રાહુલ ગાંધીએ રિટાર્યડ સૈનિકો સાથે વાતચીત કરી છે. સૈનિકો સાથે વાતચીત કરતા સમયે રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત અત્યંત નાજૂક પરિસ્થિતિમાં છે. ભારતે ઠોસ કદમ ઉઠાવવા પડશે નહીં તો આવનાર સમયમાં ભારતને નુકસાન થઈ શકે છે.
રિટાર્ટડ સૈનિકો સાથે રાહુલ ગાંધીએ કરી વાત
રવિવારે કોંગ્રેસ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ સૈનિકો સાથે રાહુલ ગાંધી ચર્ચા કરી રહ્યા છે. આ વીડિયોમાં ગલવાન અને ડોકલામ મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. ભારતીય સૈનિકો અને ચીન સૈનિકો વચ્ચે ચાલતા વિવાદને લઈ રાહુલ ગાંધી વાત કરી રહ્યા હતા. રાહુલે કહ્યું કે ચીન અને પાકિસ્તાન એક થઈ ગયા છે. જો યુદ્ઘ થશે તો એક દેશ સાથે નહીં થાય પરંતુ બંને દેશો સાથે થશે.