Parliament Security Breachને લઈ Rahul Gandhiએ આપ્યું નિવેદન , કહ્યું પીએમ મોદીની નીતિઓને કારણે યુવાનોને રોજગાર નથી મળતો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-16 14:56:27

થોડા દિવસો પહેલા સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીથી બે લોકો કૂદી પડ્યા હતા અને સ્પ્રે કરવા લાગ્યા. આ ઘટનાને લઈ એક્શન લેવામાં આવ્યા. એસઆઈટીની રચના કરવામાં આવી વગેરે વગેરે... સૂરક્ષા ચૂકને લઈ વિપક્ષી સાંસદો આક્રામક દેખાયા હતા. હુમલા બાદ જ્યારે સંસદની કાર્યવાહી થઈ ત્યારે વિપક્ષી સાંસદોએ હંગામો કર્યો જે બાદ અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ અંગેની તપાસ ચાલી રહી છે આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે પીએમ મોદીની નીતિઓ આની પાછળ જવાબદાર છે. નીતિને કારણે યુવાનોને નોકરી નથી મળી રહી.


સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદોએ સંસદમાં કરે છે હંગામો!  

છેલ્લા ઘણા સમયથી સંસદમાં થયેલી સૂરક્ષા ચૂકને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. આ હુમલા પાછળના માસ્ટરમાઈન્ડે પોલીસ સામે સરેન્ડર કર્યું છે. 8 જેટલા કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મુદ્દે વિપક્ષ એકદમ આક્રામક દેખાઈ રહી છે. અનેક વખત આ મુદ્દાને લઈ સંસદમાં હંગામ થાય છે અને કાર્યવાહી સ્થગિત થાય છે. આ મામલે અલગ અલગ વિપક્ષી સાંસદોના નિવેદનો સામે આવ્યા છે. ત્યારે આ સુરક્ષા ચૂક મામલે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. 


શિક્ષિત લોકોએ કર્યો સંસદમાં હુમલો!

જે લોકોએ સાંસદોને હચમચાવી દીધા તે અશિક્ષિત ન હતા પરંતુ ભણેલા ગણેલા હતા. લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી કુદનારા યુવકનું નામ સાગર શર્મા  છે, સાગર શર્મા ઉપરાંત જે શખ્સે લોકસભામાં હોબાળો મચાવ્યો તેનું નામ મનોરંજન ડી છે. જો કે કર્ણાટકના મૈસુર શહેરનો વતની છે. તેણે બેંગ્લરૂની વિવેકાનંદ યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગ કર્યું છે. તે બંનેએ સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર સંસદમાં એન્ટ્રી મેળવી હતી. સંસદ બહાર જે મહિલા વિરોધ કરી રહી હતી તેનું નામ નીલમ હતું અને તે હરિયાણાની વતની છે. નીલમની ડિગ્રી વિશે પણ માહિતી સામે આવી હતી જે અનુસાર તેણે BA, MA, B.Ed, M.Ed, CTeT, M.Phil અને નીટ લાયકાત ધરાવે છે. 


પીએમ મોદીની નીતિઓ પર રાહુલ ગાંધીના પ્રહાર 

મહત્વનું છે કે બેરોજગારીને લઈ તેમણે આ કૃત્ય કર્યું હતું તેવી માહિતી સામે આવી હતી. ડિગ્રી હોવા છતાંય તેમની પાસે નોકરી ન હતી. ત્યારે બેરોજગારી અને મોંઘવારી મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી હતી. સુરક્ષા ચૂક બદલ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સુરક્ષા ચુક પાછળનું સૌથી મોટું કારણ છે બેરોજગારી અને મોંઘવારી. પીએમ મોદીની નીતિઓના કારણે યુવાનોને રોજગાર નથી મળી રહ્યો.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?