હેટ સ્પીચ અને ફેક્ટ ચેકને લઈને રાહુલ ગાંધીએ એલન મસ્કને કરી મોટી અપીલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-29 13:53:37

એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા છે. માલિક બન્યા બાદ રાહુલ ગાંધીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. રાહુલે શુભકામના પાઠવતા એક આશા વ્યક્ત કરી છે. ટ્વિટ કરી રાહુલએ કહ્યું કે  એલન મસ્કને અભિનંદન. હું આશા રાખું છું કે ટ્વિટર હવે હેટ સ્પીટ વિરૂદ્ધ કાર્યવાહી કરશે અને ભારત સરકારના દબાણના કારણે વિપક્ષનો અવાજ નહીં દબાવશે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના CEO સોશિયલ મીડિયા મંચના નવા માલિક બની ગયા છે.


શા માટે રાહુલે વ્યક્ત કરવી આશા???

રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન તેમણે અનેક વખત ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.  આ વાત રાહુલે એટલા માટે કરી છે કારણ કે ગત વર્ષે દિલ્હીમાં એક દલિત બાળકી પર બળાત્કાર અને હત્યાના સંદર્ભમાં તેના પરિવારના સભ્યોના ફોટા શેર કરવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન બતાવી થોડા દિવસ માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષનું ટ્વિટર અકાઉન્ટ લોક કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત કોંગ્રેસના અનેક નેતાઓના અકાઉન્ટ પણ ટ્વિટરે લોક કરી દીધા હતા.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...