રાહુલ ગાંધીની જેમ 2006માં તેમના મમ્મીનું લોકસભા સભ્યપદ પદ પણ રદ્દ થયું હતું, શું હતો સમગ્ર મામલો? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 15:46:17

રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પદ રદ્દ થયું છે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે ગઈ કાલે તેમને બે વર્ષની સજા સંભળાવતા તેમને સભ્ય ગુમાવવું પડ્યું છે. લોકસભા સચિવે નોટિફિકેશન જાહેર કરી કેરળના વાયનાડ બેઠકથી સાંસદ રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ્દ કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ જ પ્રકારે 2006માં સોનિયા ગાંધીને પણ યુપીએ-1ના શાસનકાળમાં ઓફિસ ઓફ પ્રોફિટ કેસમાં તેમને લોક સભા સભ્યપદેથી હાથ ધોવા પડ્યા હતા. 


ઓફિસ ઓફ પ્રોફિટ કેસ શું હતો?


વર્ષ 2006માં યુપીએ-1ના શાસનકાળમાં સોનિયા ગાંધી સામે ઓફિસ ઓફ પ્રોફિટનો કેસ સામે આવ્યો હતો. તે સમયે સોનિયા ગાંધી રાયબરેલીના સાંસદ હતા, તે ઉપરાંત તે મનમોહન સિંહ સરકારમાં રચાયેલી રાષ્ટ્રિય સલાહકાર પરિષદના ચેરમેન પણ હતા. જેને ઓફિસ ઓફ પ્રોફિટ ગણવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યએ 'ઓફિસ ઓફ પ્રોફિટ' નો લાભ લીધો છે, તો તેમનું સભ્યપદ અયોગ્ય ગણાશે, પછી ભલે તેમણે પગાર અથવા અન્ય ભથ્થાં લીધા હોય કે ન લીધા હોય.


'ઓફિસ ઓફ પ્રોફિટ' શું છે


બંધારણના અનુચ્છેદ 102 (1) A હેઠળ, સાંસદો અથવા ધારાસભ્યો અન્ય કોઈ હોદ્દા પર રહી શકતા નથી જ્યાં પગાર, ભથ્થાં અથવા અન્ય લાભો ઉપલબ્ધ હોય.

આ ઉપરાંત સંસદસભ્યો અને ધારાસભ્યોને અન્ય પદો લેવાથી રોકવા માટે બંધારણની કલમ 191 (1) (A) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 9 (A) હેઠળ જોગવાઈ છે.


લાભના પદને લઈ કાયદો બન્યો હતો


યુપીએ સરકારે 16 મે 2006ના દિવસે લોકસભામાં લાભના પદની વ્યાખ્યા માટે એક કાયદો બનાવ્યો હતો, ત્યાર બાદ રાષ્ટ્રિય સલાહકાર પરિષદ સહિત 45 પદને લાભના પદથી બહાર રાખવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધી લાભના પદની પરિભાષા સ્પષ્ટ થઈ નથી.


જયા બચ્ચને પણ સભ્ય પદ ગુમાવ્યું હતું 


તે જ સમયે રાજ્ય સભા સાંસદ જયા બચ્ચનની પણ સદસ્યતા ઓફિસ ઓફ પ્રોફિટના કારણે રદ્દ થઈ હતી. કારણ કે તે સમયે જયા બચ્ચન સાંસદ ઉપરાંત ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ પણ હતા. આ જ કારણે તેમને પણ રાજ્ય સભા સભ્ય પદ ગુમાવવું પડ્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?