2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી જાણે વિપક્ષને જોડવામાં લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક રાજકીય પાર્ટીના નેતાઓ સાથે બેઠક અને મુલાકાત કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ નીતીશ કુમાર અને બિહારના ડે. સીએમ સાથે દિલ્હીમાં બેઠક કરી હતી અને જાણે વિપક્ષને એક સાથે લાવવાનો પ્રયાસ કરાયો હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે એવી પણ માહિતી મળી રહી છે રાહુલ ગાંધી મહારાષ્ટ્ર જઈ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી શકે છે.
ઉદ્ધવ ઠાકરે સાથે રાહુલ ગાંધી કરી શકે છે મુલાકાત
છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ હતી. જે બાદ થોડા દિવસ પહેલા નીતીશ કુમારે રાહુલ ગાંધીની મુલાકાત કરી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી શકે છે. વિપક્ષોને એક જૂથ કરવા પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈ ખાતે આવેલા માતોશ્રીમાં બેઠક કરી શકે છે. લોકસભા ચૂંટણીને લઈને પણ આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. રણનીતિ અંગે રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે ચર્ચા કરી શકે છે.
આ પહેલા નીતીશ કુમાર સાથે પણ થઈ હતી બેઠક
ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત થાય તે પહેલા રાહુલ ગાંધીએ ગુરૂવારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે શરદ પવાર સાથે બેઠક કરી હતી. શરદ પવારે આ મીટિંગમાં તૃણુમુલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સાથે લાવવાની વાત કરી હતી. બેઠક બાદ ત્રણેય નેતાઓએ કહ્યું કે વિપક્ષે એક થવાની જરૂર છે. ત્યારે રાહુલ ગાંધીની ઉદ્ધવ ઠાકરેની આ બેઠક મહત્વની માનવામાં આવે છે.