સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે શાળાના પેપરો હોય તે ફૂટવા જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગે છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં પેપર ફૂટવાને કારણે વિદ્યાર્થીઓના ભાવિ ખતરામાં પડી જાય છે. એક તરફ નીટની પરીક્ષાનો વિરોધ ચાલી રહ્યો છે તો બીજી તરફ યુજીસી નેટની પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે. પેપર લીક થવાની ઘટના રોકવા માટે પ્રયાસો કરવામાં આવતા હોય તેવું લાગતું નથી.. આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ સરકાર પર પરીક્ષાને લઈ નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સરકાર પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદી પર તેમણે નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીએ કરી હતી પ્રેસ કોન્ફરન્સ
NEET પેપર લીકનો મુદ્દો હજી સુધી શમ્યો નથી ત્યાં તો UGC NETની પરીક્ષા ચર્ચામાં આવી. પરીક્ષાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બંને પરીક્ષાઓને લઈ સરકાર પર કોંગ્રેસ દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે. સરકારને સવાલ કરવામાં આવી રહ્યા છે. પરીક્ષાને લઈ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સરકાર પર નિશાન સાધ્યું હતું. તે સિવાય તેમણે કહ્યું કે હિંદુસ્તાનમાં બહુ બધા ઈમાનદાર લોકો છે. તમે કોઈ ઈમાનદારોને કામ આપશો તો પેપર લીક નહીં થાય. પરંતુ જો તમે પોતાની વિચારધારાથી જોડાયેલા લોકોને સોંપશો તો પેપર લીક થશે.
શું કહ્યું રાહુલ ગાંધીએ?
સરકાર પર નિશાન સાઘતા રાહુલ ગાંધીએ કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકાવ્યું હતું. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ પણ બંધ કરાવ્યું હતું. પરંતુ નરેન્દ્ર મોદી ભારતમાં પેપર લીક થતા અટકાવી શક્યા નથી અથવા અટકાવવા માગતા નથી.. તે સિવાય તેમણે કહ્યું કે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન હજારો વિદ્યાર્થીઓએ પેપર લીક થવાની ફરિયાદ કરી હતી. હવે દેશમાં NEET અને UGC-NET પેપર લીક થયા છે. એવો દાવો કરવામાં આવે છે કે નરેન્દ્ર મોદી યુદ્ધ બંધ કરે છે, પરંતુ તેઓ પેપર લીક રોકવામાં સક્ષમ નથી અથવા તેઓ પેપર લીક રોકવા માંગતા નથી.