સાંસદ સભ્ય રદ્દ થયા બાદ રાહુલ ગાંધીએ કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું હું પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-25 15:44:59

મોદી અટકને લઈ આપેલા નિવેદનને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ સુરતની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. તે બાદ રાહુલ ગાંધીનું સાંસદપદ રદ્દ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરી હતી જેમાં અનેક મુદ્દે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં અનેક વખત કહ્યું છે કે ભારતના લોકતંત્ર પર આક્રમણ કરવામાં આવી રહ્યું છે. ગમે તે થાય હું પ્રશ્નો પૂછવાના બંધ નહીં કરુ. તે સિવાય અદાણી મુદ્દે પણ રાહુલ ગાંધી બોલ્યા હતા. 

અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કરી વાત 

હિંદુસ્તાનનું લોકતંત્ર ખતરામાં છે એ વાક્ય સાથે રાહુલ ગાંધીએ પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. એ પછી રાહુલ ગાંધીને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દે ચર્ચા કરી હતી. અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક નેતાઓએ મને કહ્યું કે મેં વિદેશી તાકાતની મદદ લીધી છે પરંતુ એવું કશું પણ નથી. સ્પીકરને અનેક વખત પત્રો લખ્યા છે. પરંતુ કોઈ જવાબ મળ્યા નથી. પરંતુ હું પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરું. હું પ્રશ્નો પૂછતો રહીશ.


સંસદમાં અનેક વખત પુરાવા પણ રજૂ કર્યા - રાહુલ ગાંધી

તે સિવાય તેમણે કહ્યું હતું કે મેં સંસદમાં સવાલ કર્યો હતો કે અદાણીની કંપનીમાં 20 હજાર કરોડનું કોઈએ રોકાણ કર્યું હતું તે રુપિયા કોના હતા. મેં અનેક વખત સંસદમાં કહ્યુ હતું કે પીએમ મોદી અને અદાણી વચ્ચે શું સંબંધો છે. વધુમાં તેમણે કહ્યું કે સંસદમાં મીડિયા રિપોર્ટમાંથી મળેલા પૂરાવા પણ રજૂ કર્યા હતા. પીએમ મોદી અને અદાણીના સંબંધો વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે આ સંબંધો નવા નથી જૂના છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી સંબંધો છે. મેં તેમના વિમાનમાં પ્રવાસનો ફોટો પણ બતાવ્યો હતો. પોતાના મિત્ર સાથે નરેન્દ્ર મોદી આરામથી બેઠા હોય તેવો ફોટો મેં સંસદમાં પણ બતાવ્યો છે.


હું લોકતંત્ર માટે લડતો રહીશ - રાહુલ ગાંધી 

ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા પર મારૂં કોઈ પણ ભાષણ જૂઓ, મેં હંમેશા કહ્યું છે કે તમામ સમાજ એક છે. નફરત ન હોવી જોઈએ. ભાજપ ધ્યાન હટાવવાનું કામ કરે છે. ક્યારેક ઓબીસીની વાત કરશે તો ક્યારેક વિદેશની વાત કરશે. ઉપરાંત તેમણેએ પણ કહ્યું કે મને ફર્ક નથી પડતો કે હું સંસદની અંદર છું કે બહાર છું. મારે મારી તપસ્ચા કરવાની છે, એ હું કરીને બતાવીશ. તેમણે કહ્યું કે હું હિન્દુસ્તાનના લોકતંત્ર માટે લડી રહ્યો છું. હું લોકતંત્ર માટે લડતો રહીશ. હું કોઈનાથી નથી ડરતો. જો આ લોકો વિચારે છે કે મને અયોગ્ય સાબિત કરી. મને ધમકાવી, જેલમાં નાખી મારું મોહ બંધ કરશે તોએ મારી હિસ્ટ્રી નથી. હું હિંદુસ્તાનના લોકતંત્ર માટે લજી રહ્યો છું અને લડતો રહીશ. હું કોઈપણ વસ્તુથી ડરતો નથી.

    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?