રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટેના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો


  • Published By :
  • Published Date : 2023-04-25 20:40:46

કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને આજે તા. 25 એપ્રીલના મંગળવારના રોજ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટના બે વર્ષની કેદના નિર્ણયને સુરત સેશન્સ કોર્ટે યથાવત રાખ્યો હતો. મોદી સરનેમ કેસમાં થયેલી બે વર્ષની સજા પર સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. રાહુલે 25 એપ્રિલ (મંગળવારે) સુરત સેશન્સ કોર્ટના સજા યથાવત રાખતા ચુકાદા સામે હાઈકોર્ટના ખખડાવતા હવે આ કેસની હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થશે. 


બે વર્ષની સજા સામે અપીલ


ગત 23 માર્ચે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ અને તેની સજા સંબંધિત ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા હતા, જો કે કોર્ટે તેમને બે વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમને જામીન આપ્યા હતા. જામીન આપતા સમયે તેમની સજા પર 30 દિવસનો સ્ટે લાદવામાં આવ્યો હતો. અધિનિયમનો, જેથી કોંગ્રેસના નેતા કોર્ટના ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારી શકે.


રાહુલ ગાંધી સંબંધિત આ મામલો શું છે?


વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'બધા ચોરોની અટક મોદી કેમ છે?' જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ સુરતમાં દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાયેલા રાહુલને 23 માર્ચે સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સાંસદ તરીકે પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?