ભાજપનું ગઢ ગણાતા અયોધ્યામાં રહેવા માટે રાહુલ ગાંધીને મળ્યું આમંત્રણ! જાણો કેમ સંતે કહ્યું 'તમે હનુમાનગઢીમાં આવીને રહી શકો છો'


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-05 09:02:14

થોડા સમય પહેલા સુરત કોર્ટે મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ દોષિત જાહેર કર્યા હતા. જે બાદ રાહુલ ગાંધીનું સંસદ પદ પણ અમુક કલાકોની અંદર રદ્દ કરવામાં આવ્યું હતું ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ નોટીસ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા અનેક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે અયોધ્યાના હનુમાનગઢી સાથે જોડાયેલા સંતે રાહુલ ગાંધીને અયોધ્યામાં આવીને રહેવાની ઓફર કરી છે.    


સરકારી બંગલો ખાલી કરવા કરાયો હતો આદેશ 

મોદી સરનેમને લઈ 2019માં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું. જે બાદ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિ કેસ કર્યો હતો. થોડા દિવસો પહેલા આ મામલે સુરતની કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા અને સજા પણ ફટકારી હતી. રાહુલ ગાંધી દોષિ જાહેર થયા તે બાદ તેમનું સંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું ઉપરાંત સરકારી બંગલો પણ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. 


કોંગ્રેસ દ્વારા ચલાવાઈ રહ્યા છે અનેક અભિયાન 

આ મામલે કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. કોંગ્રેસ દ્વારા અનેક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાંથી એક અભિયાન છે મારૂં ઘર રાહુલ ગાંધીનું ઘર. કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા લોકો રાહુલ ગાંધીને પોતાના ઘરે રહેવા આમંત્રણ આપી રહ્યા છે. પરંતુ આ દરમિયાન અયોધ્યાના હનુમાનગઢી સાથે જોડાયેલા સંતે રાહુલ ગાંધીને અયોધ્યામાં આવીને રહેવાની ઓફર કરી હતી. 


સંતે રાહુલ ગાંધીને આપી અયોધ્યા આવીને રહેવાની ઓફર!

અખિલ ભારતીય સંકટ મોચન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય દાસે કહ્યું કે જો તેઓ (રાહુલ ગાંધી) અયોધ્યામાં રહેવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. રાહુલ ગાંધી હનુમાનગઢી કેમ્પસમાં આવીને રોકાઈ શકે છે. વધુમાં તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી પાસે પોતાનું નિવાસસ્થાન ખાલી કર્યા પછી રહેવાની જગ્યા નથી તો તેમના માટે હનુમાનજી દરબારના દ્વાર ખુલ્લા છે. તેઓ અહીં આવીને રહે અને હનુમાનજીના દર્શન પણ કરે. મહત્વનું છે કે સંત દ્વારા આવી ઓફર આપવામાં આવતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. અનેક અટકળોએ જોર પકડ્યું છે કારણ કે નિષ્ણાંતો અયોધ્યાને ભાજપનું ગઢ માને છે.     



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..