રાહુલ ગાંધીએ 2019માં મોદી સરનેમને લઈ નિવદેન આપ્યું હતું. આ મામલે ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને રદ્દ કરવામાં આવે તે માટે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે સુરતની સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટે અરજીને ફગાવી દીધી છે જેને લઈ રાહુલ ગાંધીને મળેલી સજા યથાવત રહેશે. ત્યારે આ મામલે રાહુલ ગાંધી હાઈકોર્ટ જઈ શકે છે.
સુરતની કોર્ટે રાહુલ ગાંધીને કર્યા હતા દોષિત જાહેર
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. જેમાં સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. સમગ્ર મામલાની વાત કરીએ તો 2019માં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. થોડા સમય પહેલા સુરતની કોર્ટ દ્વારા આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. જે બાદ તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકારવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું.
સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજીને ફગાવી!
રાહુલ ગાંધીને તરત જામીન પણ મળી ગયા હતા. તે બાદ એક વખત રાહુલ ગાંધી આ કેસની સુનાવણી દરમિયાન સુરત પણ આવ્યા હતા. આ મામલે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ગયા ગુરૂવારે સુરતની સેશન્સ કોર્ટે આ મામલે બંને પક્ષોની દલીલો સાંભળી લીધી હતી . અને પોતાનો નિર્ણય કોર્ટે સુરક્ષિત કરી દીધો હતો. ત્યારે સુરત સેશન્સ કોર્ટે આ મામલે પોતાનો ચૂકાદો સંભળાવી દીધો છે. કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે. જેને કારણે તેમને મળેલી બે વર્ષની સજા યથાવત રહી છે. સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદાને હાઈકોર્ટમાં રાહુલ ગાંધી પડકારી શકે છે.