કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરી સુવર્ણ મંદિર પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું હતું અને ત્યાર બાદ લંગરમાં ભોજન કર્યું અને પછી વાસણ ધોઈને કાર સેવા પણ કરી હતી. રાહુલ ગાંધીએ માથા પર પાઘડીની જગ્યાએ બ્લૂ રંગનો પટકા પહેર્યો હતો.પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીની અમૃતસરની આ યાત્રા અંગત હતી. તેમનો પંજાબમાં પાર્ટી નેતાઓને મળવાનો કે કોઈ જનસભા કરવાનો કોઈ જ કાર્યક્રમ નહોતો. રાહુલ ગાંધીના રોકાણ માટે ધર્મશાળામાં અગાઉ વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ સુરક્ષાના કારણોસર તે રદ્દ કરવી પડી હતી,જે બાદ તે હોટલમાં રોકાયા હતા.
કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પહોંચ્યા સુવર્ણમંદિર
રાહુલ ગાંધી અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં હાજર રહેલા રાણા કેપી સિંહ, સાંસદ ગુરજીતસિંહ ઔજાલા, ઈન્ટક નેતા સુરિંદર શર્મા તથા અન્ય નેતાઓએ સ્વાગત કર્યું હતું સુવર્ણ મંદિરમાં પહોંચ્યા બાદ પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીનો અન્ય ધાર્મિક સ્થળોએ પણ માથું ટેકવવાનો કાર્યક્રમ પણ હતો. તેમની આ મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થાના સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા ભારત જોડો યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધી સુવર્ણ મંદિર માથું ટેકવવા પહોંચ્યા હતા.
#WATCH | Punjab | Congress MP Rahul Gandhi offers 'Sewa' at the Golden Temple in Amritsar. pic.twitter.com/Hv77t042w5
— ANI (@ANI) October 2, 2023
રાહુલ ગાંધીની અંગત અને આધ્યાત્મિક યાત્રા
#WATCH | Punjab | Congress MP Rahul Gandhi offers 'Sewa' at the Golden Temple in Amritsar. pic.twitter.com/Hv77t042w5
— ANI (@ANI) October 2, 2023પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિન્દર સિંહ રાજા વારિંગે પોતાના સત્તાવાર એક્સ પર એક પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીની આ યાત્રા અંગે માહિતી આપી હતી. પોતાની પોસ્ટમાં રાહુલ ગાંધીને ટેગ કરતા તેમણે લખ્યું- “રાહુલ જી અમૃતસર સાહિબ સચખંડ શ્રી હરમંદિર સાહિબમાં દર્શન કરવા આવી રહ્યા છે. આ તેમની અંગત અને આધ્યાત્મિક યાત્રા છે, ચાલો તેમની ગોપનીયતાનો આદર કરીએ. પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આ યાત્રામાં શારીરિક રીતે હાજર ન રહેવા વિનંતી છે. તમે બધા ઉત્સાહ પૂર્વક તમારૂ સમર્થનુ બતાવી શકો છો અને આગલી વખતે તેને મળી શકો છો. સતનામ શ્રી વાહેગુરુ…”