રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને આપ્યું લેક્ચર, ભારત જોડો યાત્રાનો અનુભવ કર્યો શેર


  • Published By :
  • Published Date : 2023-03-02 14:13:27

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર લેવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી લેક્ચર આપે તે પહેલા તેમનો બદલાયેલો લૂક ચર્ચાનો વિષય બન્યો હતો. યુનિવર્સિટીમાં 21મી સદીમાં સાંભળવું શીખવું વિષય પર લેક્ચર આપ્યું હતું. બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે એવી દુનિયાની કલ્પના કરી શકતા નથી, જ્યાં લોકશાહી પ્રણાલીઓ ન હોય. આપણે વિચારવાની નવી રીતની જરૂર છે. શું બળ દ્વારા માહોલ બનાવવાને બદલે, તમે લોકશાહી વાતાવરણ કેવી રીતે બનાવશો.


ભારત જોડો યાત્રાનો શેર કર્યો અનુભવ     

રાહુલ ગાંધી સાત દિવસના બ્રિટન પ્રવાસે છે. પોતાના પ્રવાસની શરૂઆત તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લેક્ચર આપી કરી હતી. કેમ્બ્રિજ જજ બ્રિઝનેસ સ્કૂલમાં રાહુલ ગાંધી વિઝિટિંગ ફેકલ્ટિી છે. યુનિવર્સિટીમાં તેમણે 21મી સદીમાં સાંભળવું શીખવું વિષય પર લેક્યર આપ્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે ભારત જોડો યાત્રાના અનુભવ શેર કર્યા હતા. રાહુલે અનુભવ શેર કરતા જણાવ્યું કે યાત્રા દરમિયાન તેમણે ભારતમાં વધતી બેરોજગારી, અન્યાય અને વધતી અસમાનતાઓએ રાહુલનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ગયા વર્ષે રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી યાત્રા કરી હતી.   


અનેક વિષયો પર કરી ચર્ચા 

લેક્ચરના બીજા ભાગમાં રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં બીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સોવિયત સંઘના વિઘટન બાદ અમેરિકા અને ચીન અલગ અલગ વિષયો પર ધ્યાન કેન્દ્રીય કરવા લાગ્યા. મેન્યુફેક્ચરિંગ નોકરીઓ નાબુદ કરવા ઉપરાંત યુએસએ 11 સપ્ટેમ્બર 2001ના આતંકવાદી હુમલા પછી અમેરિકાએ પોતાને સિમિત કરી લીધું છે. તે ઉપરાંત રાહુલ ગાંધીએ લેક્ચરના ત્રીજા ભાગમાં ઈમ્પેરેટિવ ફોર ગ્લોબલ કંજરવેશન વિષય પર ચર્ચા કરી હતી.          




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.