બિહારમાં રાજકીય ઘટનાક્રમથી INDIA એલાયન્સને મોટો ઝટકો લાગ્યા બાદ રાહુલ ગાંધીએ આજે પહેલી વખત નિતીશ કુમારને લઈ એક નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી નિતિશ કુમારનું નામ આપ્યા વગર જ નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે થોડું દબાણ થતાં જ તેમણે (નિતિશ કુમારે) યૂ-ટર્ન લીધો છે. ભારત જોડો ન્યાય યાત્રા બિહારમાં પ્રવેશી ચુકી છે. આ દરમિયાન યાત્રામાં તેમના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે થોડું દબાણ પડતા જ તેમણે પલટી ખાધી હતી. પરંતું દબાણ કેમ? અમારૂં ગઠબંધન તે મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે જે લોકોને અસર કરે છે.
'भारत जोड़ो न्याय यात्रा' में हम 5 न्याय की बात कर रहे हैं। इसमें एक न्याय 'भागीदारी न्याय' है।
इस देश की सरकारी संस्थाओं को 90 अफसर चलाते हैं, जिनमें सिर्फ 3 अफसर OBC वर्ग के हैं।
इस सरकार में OBC, SC-ST वर्ग के लोगों की कोई भागीदारी नहीं है।
आपको मीडिया, टीवी या कंपनियों… pic.twitter.com/H59H545KGN
— Congress (@INCIndia) January 30, 2024
સામાજીક ન્યાય અમારી જવાબદારી
'भारत जोड़ो न्याय यात्रा' में हम 5 न्याय की बात कर रहे हैं। इसमें एक न्याय 'भागीदारी न्याय' है।
इस देश की सरकारी संस्थाओं को 90 अफसर चलाते हैं, जिनमें सिर्फ 3 अफसर OBC वर्ग के हैं।
इस सरकार में OBC, SC-ST वर्ग के लोगों की कोई भागीदारी नहीं है।
आपको मीडिया, टीवी या कंपनियों… pic.twitter.com/H59H545KGN
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તમે એક વાત સમજો કે નીતીશજી કેમ ફસાઈ ગયા, મેં તેમને સીધું કહ્યું હતું કે બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવી પડશે. અમે આરજેડી સાથે મળીને નિતીશજીને સર્વે કરાવવા પર ભાર મુક્યો હતો. પરંતું બિજેપી ડરી ગઈ હતી. તે આ યોજનાના વિરોધમાં હતી. નીતીશજી ફસાઈ ગયા અને બિજેપીએ તેમને ભાગવા માટે બેક ડોર આપ્યો હતો. લોકોને સામાજીક ન્યાય આપવો તે અમારા ગઠબંધનની જવાબદારી છે અને તે માટે અમારે નિતિશજીની જરૂર નથી.