સંસદમાં PM Modiએ આપેલા ભાષણ પર Rahul Gandhiએ નારાજગી કરી વ્યક્ત, સાંભળો શું કહ્યું પ્રેસ કોન્ફરન્સમાં...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-11 16:17:36

સંસદમાં ચાલતા ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ હતો. ગઈકાલે સંસદમાં લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીએ જવાબ આપ્યો હતો. સંસદમાં પીએમ મોદીએ આપેલા ભાષણ પર અનેક સવાલો ઉઠવા સ્વભાવિક હતા. કારણ કે પોતાના બે કલાકથી પણ વધારેના ભાષણ દરમિયાન મણિપુર વિશે તેઓ માત્ર બે મિનીટ જ બોલ્યા હતા. બાકી સમય તેમણે વિપક્ષ પણ પ્રહારો કર્યા હતા અથવા તો પોતાની  સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. ત્યારે આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.

મણિપુર મુદ્દે પીએમ મોદી માત્ર બે મિનીટ બોલ્યા

મણિપુર ઘણા સમયથી બળી રહ્યું છે. મહિનાઓથી ભડકી રહેલી હિંસા શાંત થવાને બદલે વધારે ઉગ્ર બની રહી છે. સંસદમાં આ મામલે ચર્ચા થાય તેવી આશા હતી પરંતુ અનેક વખત હંગામો થયો અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હતી. જેને લઈ વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ત્રણ દિવસ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી ત્યારે કાલે ચર્ચાનો અંતિમ દિવસો હતો અને પીએમ મોદી જવાબ આપવા સંસદ આવ્યા હતા. 2 કલાકથી પણ વધારે પીએમ મોદીએ સંસદમાં ભાષણ આપ્યું હતું પરંતુ મણિપુરમાં ચાલી રહેતી હિંસા પર, જેને લઈ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો તે મુદ્દા પર તે માત્ર બે મિનીટ જ બોલ્યા હતા. 

પીએમ મોદી પર રાહુલ ગાંધીએ લગાવ્યા ગંભીર આરોપ!

ત્યારે આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે પીએમ મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે કાલે સંસદમાં જ્યારે પીએમ મોદીને હસતા જોયા, મજાક કરતા જોયા, હું સમજી શક્તો ન હતો કે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી આવું કેવી રીતે બોલી શકે? શું પ્રધાનમંત્રીને નથી ખબર કે આપણા દેશમાં શું થઈ રહ્યું છે? મણિપુર નથી જઈ શકતા, પરંતુ કમસે કમ તેના વિશે બોલી તો શકે છે. જો સેના ધારે તો મણિપુરની હિંસાને 2 દિવસમાં રોકી શકે છે, પરંતુ પીએમ મોદી મણિપુરની આગને ઓલવવા નથી માગતા. આ સત્ય છે.   



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.