ભારત જોડો યાત્રા વચ્ચે રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જમીન પર નથી, માત્ર હવામાં છે, પરંતુ તેમની પાર્ટી મજબૂત છે અને રાજ્યમાં આગામી સરકાર બનાવશે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નક્કી કરશે કે આ ચૂંટણીઓમાં તેમનો ઉપયોગ કેવી રીતે કરવો.
ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત, અસરકારક રીતે ચૂંટણી લડી રહી છે
રાહુલ ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સરકાર લોકોને લૂંટી રહી છે અને દલિતો અને આદિવાસીઓની જમીન છીનવી રહી છે. તેમણે કહ્યું કે TRS સાથે હાથ મિલાવવાનો સવાલ જ ઊભો થતો નથી. જ્યારે રાહુલ ગાંધીને ગુજરાતની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં ખૂબ જ અસરકારક રીતે ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટી માત્ર હવામાં છે. જમીન પર નથી. તે જાહેરાતો પાછળ પૈસા ખર્ચી રહી છે અને આવી સ્થિતિમાં તેણે હવા ઉભી કરી છે.'' તેમણે કહ્યું, 'ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત છે. સત્તા વિરુદ્ધ માહોલ છે. કોંગ્રેસ આ ચૂંટણી જીતશે.