કોંગ્રેસના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી આજે વાયનાડ પહોંચ્યા છે. રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થયા બાદ તેમની આ પહેલી વાયનાડ મુલાકાત છે. રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ વાયનાડ પહોંચતા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાયનાડમાં યોજાયેલી વિશાળ રેલીમાં રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાંધીને આકરા પ્રહાર કર્યો હતા. આ રેલીમાં કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
BJP can take away my MP tag, my house or put me in jail, but they cannot stop me from representing the people of Wayanad.
: @RahulGandhi Ji pic.twitter.com/tsPMOIIjOq
— Congress (@INCIndia) April 11, 2023
રાહુલે સરકાર પર કર્યા પ્રહાર
BJP can take away my MP tag, my house or put me in jail, but they cannot stop me from representing the people of Wayanad.
: @RahulGandhi Ji pic.twitter.com/tsPMOIIjOq
રાહુલ ગાંધીએ જનમેદનીને સંબોધતા કહ્યું કે "ભાજપ મારી પાસેથી લોકસભાનું સભ્ય પદ અને મારુ પદ છિનવી લેશે પણ તે મને વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરતા રોકી શકશે નહીં". રાહુલે વધુમાં કહ્યું કે, 'સાંસદ માત્ર એક ટેગ અથવા પોસ્ટ છે અને ભાજપ મારો ટેગ, પોસ્ટ અને ઘર છીનવી શકે છે અથવા મને જેલમાં મોકલી શકે છે, પરંતુ મને વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરતા રોકી શકે નહીં.' તેણે કહ્યું, 'તેમને લાગે છે કે મારા ઘરે પોલીસ મોકલીને હું ડરી જઈશ. જો મારા ઘરે નોટિસ મોકલવામાં આવશે તો હું પરેશાન થઈશ.
અદાણી મુદ્દે PM મોદી ચૂપ રહ્યા
અદાણી મુદ્દે રાહુલે કહ્યું, 'મેં શું કર્યું? મેં સંસદમાં ગૌતમ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેં મીડિયા રિપોર્ટ્સનો ઉપયોગ કરીને બતાવ્યું કે કેવી રીતે અદાણી વિશ્વનો બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બન્યા....મેં બતાવ્યું કે ઈઝરાયેલ સાથે સંરક્ષણ સંબંધ કેવી રીતે બદલાયો, વિદેશ નીતિ કેવી રીતે બદલાઈ? મેં પૂછ્યું અદાણી સાથે તારો શું સંબંધ છે? વડાપ્રધાને જવાબ આપ્યો ન હતો. સરકાર મારા પ્રશ્નોથી અસ્વસ્થ થઈ ગઈ અને મને સંસદમાંથી બહાર કાઢી મૂક્યો. તેનાથી મને કોઈ ફરક પડતો નથી. તેણે મને બહુ મોટી ભેટ આપી છે.