ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-20 12:55:04

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધીની આ યાત્રાને જનતાનું સમર્થન મળી રહ્યું છે. રાજસ્તાન ખાતે રાહુલ ગાંધીની યાત્રા પહોંચી છે. પોતાની યાત્રા દરમિયાન ભાજપ પર રાહુલ ગાંધીએ અનેક વખત પ્રહાર કર્યા છે. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આપણો દેશ પ્રેમનો દેશ છે, નફરતનો નહીં. હું ભાજપના લોકોને ધિક્કારતો નથી પરંતુ તેમની વિચારધારા સામે લડું છું.



નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યો છું - રાહુલ ગાંધી 

ભારત જોડો યાત્રા જ્યારથી શરૂ થઈ છે. યાત્રને લઈ ભાજપે અનેક વખત કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. યાત્રાને લઈ ભાજપ અનેક પ્રશ્ન પૂછે કે આ યાત્રામાં રાહુલ ગાંધી શું કરી રહ્યા છે. ત્યારે તેનો જવાબ રાહુલ ગાંધીએ આપ્યો છે. રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું કે હું નફરતના બજારમાં પ્રેમનો સંદેશો આપી રહ્યો છે. આપણો દેશ પ્રેમનો દેશ છે, નફરતનો નહીં. 


દરેક ભાષોનો અભ્યાસ થવો જોઈએ - રાહુલ ગાંધી 

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે બીજેપીના નેતા જ્યાં જાય છે, ત્યાં અંગ્રેજીનો વિરોધ કરે છે. બંગાળી હોવી જોઈએ. હિંદી હોવી જોઈએ પણ અંગ્રેજી ન હોવી જોઈએ. પરંતુ આ પાર્ટીના નેતાઓના, સાંસદોના છોકરાઓ ઈન્ગલીશ મીડિયમમાં ભણે છે. દુનિયાના દેશો સાથે વાત કરી હશે તો હિંદી નહીં ચાલે, મંત્રી અંગ્રેજીનો ઉપયોગ કરવો પડશે. ભારતની દરેક ભાષાનો અભ્યાસ થવો જોઈએ. 




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.