રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ વધતી મોંઘવારી અને બેરોજગારીને લઈ ને શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી પર પ્રહાર કરતાં ટ્વીટ કરી ને કહ્યું છે કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામીબિયાથી લાવેલા ચિત્તાને છોડવાની જગ્યાએ પોતાનું ધ્યાન બેરોજગારી સંકટ અને જરુરી વસ્તુઓના ભાવ વધારા સાથે જોડાયેલા મુદ્દાના સમાધાન પર લગાવવું જોઈએ. કેરલના હરિપાઠમાં ભારત જોડા યાત્રા દરમિયાન રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર નાના અને મધ્યમ વેપારીઓ, ખેડૂતો અને મજૂરો પર સુનિયોજીત રીતે અટેક કરી રહી છે.
બેરોજગારી દિવસ
ચુંટણી આવતા પેહલા તમામ રાજકીય પક્ષો આરોપ-પ્રત્યારોપ કરતાં જોવા મળે છે અને શનિવારે પ્રધાનમંત્રીના જન્મદિવસને કોંગ્રેસ બેરોજગારી દિવસ તરીકે બનાવે છે અને દેશમાં વિવિધ જગ્યાએ બેરોજગારી દિવસ કાર્યક્રમો પણ બનાવે છે ત્યારે રાહુલ ગાંધીએ આ ટ્વીટ કરી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા.