કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા લંડન પહોંચ્યા રાહુલ ગાંધી, ભારત જોડો યાત્રા બાદ રાહુલે બદલ્યો લૂક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-01 11:35:54

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી સતત ચર્ચામાં રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના લુકને લઈ અનેક ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીનો લુક ચર્ચામાં આવ્યો છે. રાહુલ ગાંધી હાલ લંડનના પ્રવાસે છે. સાત દિવસના પ્રવાસ દરમિયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવાના છે. તે પહેલા રાહુલના અનેક ફોટા સામે આવ્યા છે જેમાં તેમણે દાઢી કપાવી દીધી છે. એક ચાહકે એક ફોટો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી સેટ દાઢી, કોટ અને ટાઈમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક ફેને રાહુલ ગાંધી સાથેની સેલ્ફી શેર કરી છે. કહેવાય છે કે રાહુલ બ્રિટન પહોંચ્યા ત્યારનો આ ફોટો છે.


કોટ, ટાઈ અને સેટ કરાયેલી દાઢીમાં દેખાયા રાહુલ ગાંધી 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ બ્રિટનના પ્રવાસે છે. મંગળવારે 7 દિવસના વિદેશ પ્રવાસ માટે તેઓ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાં સંબોધન કરવાના છે. પોતાના સંબોધનમાં ભારત જોડો યાત્રાના અનુભવો શેર કરવાના છે. તે સંબોધન કરે તે પહેલા રાહુલ ગાંધીના નવા લુકના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નવા લુક સાથે રાહુલ ગાંધી કેમ્બ્રિજ પહોંચ્યા છે. એક ચાહકે રાહુલ ગાંધી સાથેનો ફોટો શેર કર્યો હતો જેમાં રાહુલ ગાંધી કોટ, ટાઈ તેમજ સેટ કરેલી દાઢીમાં જોવા મળ્યા હતા. ઘણા સમય બાદ રાહુલ ગાંધીનો દેખાવ બદલાયેલો જોવા મળ્યો હતો.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધી આપશે ભાષણ

રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થનારા તેમના ભાષણ અંગે 16 ફેબ્રુઆરીના રોજ ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે હું સ્પિચ આપવા માટે તૈયાર છું. મને ખુશી છે કે મને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો પર વિશ્વના કેટલાક શ્રેષ્ઠ લોકો સાથે વાતચીત કરવાનો મોકો મળશે. 

કેમ્બ્રિજ જજ સ્કૂલમાંથી રાહુલ ગાંધીનો આ ફોટો પણ સામે આવ્યો છે.

આ અગાઉ પણ રાહુલ ગાંધી આપી ચૂક્યા છે ભાષણ 

લર્નિંગ ટૂ લિસન ઈન ધ 21 સેન્ચ્યુરી વિષય પર રાહુલ ગાંધી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધી બિગ ડેટા એન્ડ ડેમોક્રેસી ઉપરાંત ઈન્ડિયા ચાઈના રિલેશન્સ મુદ્દા પર વાત કરશે.  આની પહેલા મે 2022માં પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાષણ આપ્યું હતું જેમાં આઈડિયાઝ ફોર ઈન્ડિયા વિષય પર બોલવાનું હતું. પોતાના આ ભાષણ દરમિયાન તેમણે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમના આ ભાષણ પર ભાજપે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.   




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..