અદાણી મુદ્દે સંસદમાં રાહુલ ગાંધી દેખાયા આક્રામક રૂપમાં, મોદી સરકારને રાહુલે પૂછ્યા આકરા સવાલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-07 17:17:25

સંસદમાં અનેક વખત અદાણીનો મુદ્દો ઉઠ્યો છે. વિપક્ષ દ્વારા આ મામલે અનેક વખત હોબાળો થયો છે. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધી એકદમ આક્રામક રૂપમાં દેખાયા હતા. મંગળવારે લોકસભામાં તેમણે અદાણીનો મુદ્દો, અગ્નિવીર યોજના જેવા અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. અદાણી મુદ્દે તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કે જે વર્ષ 2014માં ધનિકોની યાદીમાં 609 ક્રમાંક પર હતા, તેઓ કેવી રીતે બીજા સ્થાન પર આવી ગયા. તે સિવાય અગ્નિવીર યોજનાને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા.


609 નંબર પરથી સીધા બીજા ક્રમ પર પહોંચી ગયા - રાહુલ ગાંધી 

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને કરોડો રુપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રિપોર્ટ બાદ અદાણીની સંપત્તિનું ધોવાણ થયું હતું. અદાણી મુદ્દાને લઈ સંસદમાં પણ વિપક્ષ દ્વારા હંગામો કર્યો હતો. અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધી પણ અદાણી મુદ્દાને લઈ આક્રામક દેખાયા હતા. તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કે જે વર્ષ 2014માં ધનિકોની યાદીમાં 609 ક્રમાંક પર હતા, તેઓ કેવી રીતે બીજા સ્થાન પર આવી ગયા.


અદાણી અને પીએમ મોદીનો રાહુલ ગાંધીએ બતાવ્યો સંબંધ 

અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે બધા પૂછતા હતા કે અદાણી શું કરે છે, કોઈપણ બિઝનેસમાં પ્રવેશ કરે તે સફળ થાય છે.  વડાપ્રધાન મોદી અને ગૌતમ અદાણી સાથેના સંબંધો અંગે પ્રશ્ન ઉઠાવી જૂની તસવીર બતાવી હતી. અદાણીના એરપોર્ટ બિઝનેસ પર પણ તેમણે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે અનુભવ ન હોય તેવી કંપનીઓને આ કામ આપવાની જરૂર ન હતી. 6 એરપોર્ટ તેમના હવાલે કરી દીધા હતા. તે સિવાય આરોપ મુકતા તેમણે કહ્યું કે ડ્રોન બનાવવાનો કોન્ટ્રેક્ટ અદાણી ગ્રુપને મળ્યો હતો.ઈઝરાયલ ગયા બાદ પીએમ મોદીએ આ અંગેનો કોન્ટ્રેક્ટ અદાણીને આપી દીધો. નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ જાહુ શરૂ થઈ ગયો. તેમણે કહ્યું કે લોકો તેમને પૂછી રહ્યા છે કે છેવટે ગૌતમ અદાણી પીએમ મોદી સાથે શું સંબંધ ધરાવે છે.

 




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..