Election પહેલા Rahul Gandhi અને Akhilesh Yadavની પત્રકાર પરિષદ, સીટોને લઈ Rahul Gandhiએ કરી ભવિષ્યવાણી? સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-17 12:29:43

લોકસભા ચૂંટણી માટે મતદાન થોડા દિવસોની અંદર શરૂ થઈ જશે. પ્રથમ તબક્કામાં 100થી વધારે સીટો પર મતદાન થવાનું છે. એક તરફ એનડીએ છે તો બીજી તરફ વિપક્ષોએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. ગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવામાં આવશે અને એ જ પ્રમાણે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન શરૂ થાય તે પહેલા આજે રાહુલ ગાંધીએ અને અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી જેમાં અનેક મુદ્દાઓને લઈ વાતો કરી હતી અને અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી અને પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે કરી સંયુક્ત પત્રકાર પરિષદ 

દેશભરમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા જોરોશોરોથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયા ગઠબંધન દ્વારા પણ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રથમ તબક્કાનું મતદાન થાય તે પહેલા રાહુલ ગાંધીએ અને અખિલેશ યાદવે સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. તે સિવાય બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા. 


રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન  

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે હું સીટોની ભવિષ્યવાણી નથી કરતો. પહેલા હું વિચારતો હતો બીજેપીની લગભગ 180 સીટો આવશે. પરંતુ હવે મને લાગે છે કે તેમને 150 સીટો મળશે. તે સિવાય થોડા સમય પહેલા પીએમ મોદીએ એએનઆઈને ઈન્ટરવ્યું આપ્યો હતો તેનો ઉલ્લેખ પણ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવ્યો. તે ઈન્ટરવ્યુને રાહુલ ગાંધીએ એકદમ ફ્લોપ ગણાવ્યો હતો ઉપરાંત સ્ક્રીપ્ટેડ ગણાવ્યો હતો. તે સિવાય અખિલેશ યાદવે પણ મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?