હરિયાણા ખાતે રાહુલ ગાંધીએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-08 15:57:21

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે રાહુલની આ યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે ત્યારે હરિયાણા ખાતે પણ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

     


કોંગ્રેસના નિશાન અંગે કરી વાત

યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અનેક વખત તેઓ આક્રામક રૂપમાં પણ દેખાયા છે. ત્યારે આજની પ્રેસ કોન્ફરન્સમાં પણ તેઓ આવા જ રૂપમાં દેખાયા હતા. કોંગ્રેસ પાર્ટીનું ચિહ્ન છે હાથ. પાર્ટી નિશાન પર વાત કરતા તેમણે કહ્યું કે શિવજી, ગુરૂનાનક દેવજી અને ભગવાન બુદ્ધનો હાથ અભય મુદ્રામાં હોય છે. અભય મુદ્રાનો અર્થ થાય છે કે ડરો નહીં. અભય મુદ્રા તપસ્યાનું પ્રતિક છે. આ જ કોંગ્રેસના નિશાનનો મતલબ છે. 


આ યાત્રા હરિયાણા પહોંચી છે

રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમની યાત્રાને 100થી પણ વધારે દિવસો પૂર્ણ થઈ ગયા છે. ત્યારે થોડા દિવસોનો વિરામ લીધા બાદ યાત્રા ફરી એક વખત શરૂ થઈ છે. આ યાત્રાને અનેક દિવસો થઈ ગયા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે જ્યારે અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. રાહુલ ગાંધીની આ યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે. આજે યાત્રા કરનાલ અને કુરુક્ષેત્રમાં ચાલી રહી છે. 



દરેક રાજ્યોમાંથી યાત્રાને મળી રહ્યું છે જનસમર્થન

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રાને સારૂ જનસમર્થન મળી રહ્યું છે. યાત્રાની શરૂઆતમાં મને કીધું હતું કે ભાજપ શાસિત રાજ્યોમાં આ યાત્રાને સમર્થન નહીં મળે. પરંતુ દરેક રાજ્યોમાં સારૂ જનસમર્થન મળી રહ્યું છે. હરિયાણામાં પણ આ યાત્રાને સમર્થન મળી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે હિંદુસ્તાનના અવાજને દબાવવામાં આવી રહ્યું છે. દેશને વહેચવામાં આવી રહ્યો છે, એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવવામાં આવી રહ્યું છે. આ યાત્રાને તપસ્ચા ગણાવી.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?