રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા દરમિયાન સૌથી વધારે જો કોઈ વાત ચર્ચાનું કેન્દ્ર રહી હોય તો તે તેમની ટી-શર્ટ છે. અનેક વખત તેમની ટી-શર્ટને લઈ ચર્ચાઓ કરવામાં આવે છે. જ્યારે રાહુલ ગાંધીને ટી-શર્ટ અંગે સવાલ કરવામાં આવ્યો હતો તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે યાત્રા મધ્યપ્રદેશ પહોંચી હતી તે દરમિયાન ત્રણ ગરીબ છોકરીઓ તેમને મળવા આવી હતી જે બાદ તેમણે યાત્રા દરમિયાન માત્ર એક જ ટી-શર્ટ પહેરવાનો નિર્ણય કર્યો છે.
અનેક વખત ઉઠ્યો છે ટી-શર્ટનો મુદ્દો
કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે. અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. આ યાત્રાને જનસમર્થન મળી રહ્યું છે. રાહુલ ગાંધીએ જ્યારથી ભારત જોડો યાત્રા શરૂ કરી છે ત્યારથી તેઓ માત્ર એક જ ટી-શર્ટમાં દેખાય છે. આ ટી-શર્ટને કારણે અનેક વખત ચર્ચાઓ પણ થઈ છે અને વખત ટિપ્પણી પણ થઈ છે. ત્યારે હરિયાણા ખાતે પહોંચેલી આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ પ્રશ્નો જવાબ આપ્યો છે.
મધ્યપ્રદેશમાં માત્ર ટી-શર્ટ પહેરવાનો લીધો નિર્ણય
જવાબ આપતા તેમણે કહ્યું કે યાત્રા કેરળથી નીકળી ત્યાં વાતાવરણ થોડુ ગરમ હતું. મધ્યપ્રદેશમાં જ્યારે આ યાત્રા પહોંચી ત્યારે ફાટેલા કપડામાં ત્રણ છોકરીઓ તેમને મળવા પહોંચી. ઠંડીથી તેઓ ધ્રૂજતા હતા. તેમણે ગરમ કપડા ન પહેર્યા હતા. ત્યારથી મેં નક્કી કહ્યું જ્યાં સુધી મને ધ્રૂજારી નહીં આવે ત્યાં સુધી હું કેવલ ટી-શર્ટ જ પહેરીશ. જ્યારે મને કંપારી છુટશે તે બાદ જ તે ટી-શર્ટ પહેરશે.