રેગિંગ અને રેપ કલચર લાગે છે સામન્ય બની ગયું છે !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 21:40:06


રાજકોટમાં એક હચમચાવી દેય તેવી ઘટના બની છે. રાજકોટનઈ એક પ્રાઇવેટ યુનિ. માં ભણતા  બીબીએ ફર્સ્ટ સેમેસ્ટરના વિદ્યાર્થી સાથે રેગિંગની એક ભયાનક ઘટના બની છે જેમાં સિનિયરો દ્વારા પહેલા તો નહાઈ રહેલા વિદ્યાર્થીનો અશ્લીલ વીડિયો બનાવ્યા અને ત્યાર બાદ આ વીડિયોને સહારે તેની સાથે ભયાનક હેવાનિયત આચરવામાં આવી જેનો ખુલાસો થતા યુનિવર્સિટીમાં ચકચાર મચી છે. 


શું છે સમગ્ર ઘટના ?


રાજકોટમાં એક ખાનગી યુનિવર્સિટીમાં કેટલાક હેવાન વિદ્યાર્થીઓ દ્વારા નહાઈ રહેલા એક વિદ્યાર્થીનો વીડિયો બનાવાયો હતો ત્યાર બાદ 5 યુવાનોએ તેની સાથે હેવાનિયત આચરવાનું શરુ કર્યું હતું. આરોપઓ યુવાનને તેનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને વારંવાર રેપ કરતા હતા. અને વાત અહી પૂરી થઈ જતી નથી આરોપીયો એ એક દિવસ હદ વટાવી દીધી અને પાંચ યુવાનોએ પહેલા તો પીડિત યુવાન સાથે રેપ કર્યો ત્યાર બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં  સેનિટાઈઝર, મધ, ટૂથબ્રશ અને પેન્સિલ નાખીને તેની હાલત ખરાબ કરી નાખી. એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીને તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. 


પીડિતની બહને કરી ફરિયાદ !!

પીડિત યુવાને એક દિવસ કંટાળીને તેની બહેનને સમગ્ર ઘટના કહી ત્યાર બાદ પીડિતના પરિવારે પોલીસ ફરિયાદ કરી આરોપીએ તેને કાં તો તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવા અથવા છાત્રાલયની છત પરથી કૂદવાનું કહ્યું. ત્યારબાદ આરોપીએ તેને માનસિક ત્રાસ આપ્યો હતો અને તેના પર જાતીય હુમલો કર્યો હતો. પીડિત વિદ્યાર્થીનો આરોપ છે કે તેના પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર લગાવવામાં આવ્યું હતું. પેન્સિલ અને ટૂથબ્રશ દાખલ કરવામાં આવ્યા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?