અદાણી મુદ્દે SEBIના કામકાજ પર રઘુરામ રાજને કર્યા સવાલ, મોરેશિયસ સ્થિત શંકાસ્પદ ફર્મ સામે તપાસ કેમ નહીં?


  • Published By :
  • Published Date : 2023-03-06 15:44:21

હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ સવાલોના ઘેરામાં આવી ગયું છે. આ મામલે હવે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ ઝંપલાવ્યું છે, તેમણે સીધા જ SEBIને નિશાન બનાવીને તેના  કામકાજ પર સવાલો ઉઠાવ્યા છે. 


સેબીએ તપાસ કેમ શરૂ ન કરી?


RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને માર્કેટ નિયામક સેબીને સવાલ કર્યો કે હજુ સુધી મોરેશિયસ સ્થિત અદાણીની માલિકીના શંકાસ્પદ ફર્મો અંગે કોઈ તપાસ નહીં કરવા પર સેબી સામે સવાલો ઉભા કર્યા છે. રાજને કહ્યું કે મોરેશિયસ સ્થિત આ 4 ફંડ અંગે કહેવામાં આવે છે કે તેમણે પોતાના ફંડની 6.9 અબજ ડોલરની લગભગ 90 ટકા રકમ અદાણી ગ્રુપના શેરોમાં જ રોકાણ કરી છે. આ મુદ્દે રાજને સવાલ કર્યો કે શું આ માટે પણ તપાસ એજન્સીઓની મદદની જરૂર છે?


આ 4 ફંડ બે વર્ષથી શંકાસ્પદ


મોરેશિયસ સ્થિત એલારા ઈન્ડિયા ઓપર્ચ્યનિટી ફંડ, ક્રેસ્ટા ફંડ, એલ્બુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને એપીએમએસ ઈન્વેસ્ટમેન્ટ ફંડ પર ફેક કંપની હોવાના આરોપ લાગ્યા બાદ છેલ્લા બે વર્ષથી શંકાના ઘેરામાં છે. હિંડનબર્ગે પણ આરોપ લગાવ્યો હતો કે આ ચાર ફંડની મદદથી ખોટી રીતે અદાણીની કંપનીઓના શેરોની કિંમત વધારામાં આવી છે. 


ચાર ફંડોના માલિકો કોણ છે?


રાજને સેબીની ઝાટકણી કાઢતા કહ્યું કે મુદ્દો સરકાર અને બિઝનેશ જગત વચ્ચે ગેર-પારદર્શક સંબંધોને રોકવાનું છે, અને વાસ્તવમાં રેગ્યુલેટર્સને તેમનું કામ કરવા દેવાનો છે. સેબી હજુ સુધી અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ટ્રેડિંગ કરતા મોરેશિયસ સ્થિત તે ફંડોના માલિકો સુધી કેમ પહોંચી શકી નથી? શું તેના માટે પણ તપાસ એજન્સીઓની જરૂર પડશે?



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.