ગુજરાતના ચૂંટણી પ્રભારી પદેથી રઘુ શર્માએ આપ્યું રાજીનામું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-08 17:01:38

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપની જંગી જીત થઈ છે. જ્યારે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને બહુ ઓછી સીટોથી સંતોષ માનવો પડશે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ આ વખતે કોંગ્રેસ વિપક્ષમાં બેસી શકે તેટલી પણ સીટો મેળવી નથી. 16 જેટલી બેઠકોમાં કોંગ્રેસ સમેટાઈ ગઈ. ત્યારે કોંગ્રેસની હાર બાદ કાર્યકરો નારાજ જોવા મળ્યા છે. એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે નારાજ થયેલા કાર્યકરોએ કોંગ્રેસ ભવન ખાતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની હાર થયા બાદ રઘુ શર્માએ ગુજરાતના ચૂંટણીના પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું છે. 


મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યું રાજીનામું

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. ભાજપે 2017 કરતા પણ આ વખતે વધારે સીટો જીતી પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આમ આદમી પાર્ટીની પણ જીત અનેક બેઠકો પર થઈ છે. પરંતુ આ વખતે કોંગ્રેસનું જે પરિણામ આવ્યું છે તેને લઈ કોંગ્રેસના નેતાઓની ચિંતા વધી છે. 182 બેઠકો પરથી કોંગ્રેસને માત્ર 16 બેઠકો જ મલી હતી. ગાંધી પરિવારના સભ્યોએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવાનું ટાળ્યું હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર કરવા ન આવ્યા હતા જ્યારે રાહુલ ગાંધીએ માત્ર એક કે બે જ સભાઓ સંબોધી હતી. ત્યારે કોંગ્રેસનું આ પરિણામ જોઈએ કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. આ બધા વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસની હારની જવાબદારી રઘુ શર્માએ સ્વીકારી છે અને તેને પગલે ગુજરાતના પ્રભારી તરીકે તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. 

        



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...