જામનગરમાં વરસાદથી પ્રભાવિત જગ્યાની લીધી રાઘવજી પટેલે મુલાકાત, નેતાને જોતા જ લોકોએ તેમને ઘચકાવ્યા? જાણો કેમ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-01 17:24:24

ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લામાં આઠ ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જામનગરની વાત કરીએ ત્યાં તો 13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે જામનગર શહેરના ઘરોમાં અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા. જામનગરમાં પરિસ્થિતિ કેવી છે તે જાણવા કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સ્થળ મુલાકાત લેવા જ્યારે રાઘવજી પટેલ ગયા હતા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા.  

       

રાઘવજી પટેલને કરવો પડ્યો વિરોધનો સામનો 

જામનગરમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારની અંદર અને લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા. જામનગરની હાલત ખરાબ હોવાના કારણે કૃષીમંત્રી રાઘવજી પટેલ જામનગર પહોંચ્યા હતા. રાઘવજી પટેલે સ્થાનિક વ્યક્તિ સાથે સ્કૂટર પર બેસીને સવારી કરી જામનગરના વિસ્તારોની મુલાકાત લીધી. આમ તે જામનગરના મોહન નગર, નારાયણ નગર અને ગુલાબ નગર વિસ્તારના લોકોને મળવા પહોંચ્યા હતા. ત્યાંના લોકોએ મંત્રી રાઘવજી પટેલને ઉગ્ર રજૂઆત કરીને કહ્યું હતું કે અમે અનેકવાર કહ્યું છે કે અમને આ વિસ્તારમાં રોડ બનાવી આપો પણ કોઈએ રોડ બનાવી આપ્યા ન હતા જેના કારણે તેમના ઘરોમાં આજે પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરની વસ્તુઓ, ઘરવખરીઓ બધુ પાણીમાં સમાઈ ગયું છે કારણ કે જામનગરમાં ભારે વરસાદના કારણે શહેર પાણી પાણી થઈ ગયું હતું.  


રસ્તાઓ ખાલી કરાતા ખોરવાયો વાહન વ્યવહાર 

પોતાના મતવિસ્તારની હાલત જોવા જ્યારે રાઘવજી ત્યાં પહોંચ્યા હતા. ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જામનગરના લોકોએ મંત્રી રાઘવજી પટેલને પહેલા તો રજૂઆત કરી હતી પણ સ્થાનિક કાર્યકરે વચ્ચે ટક ટક કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને મંત્રી સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. મંત્રીએ સ્કુટરમાં બેસીને સવારી તો કરી હતી પણ મંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખી રસ્તાઓ ખાલી કરાયા હતા જેના કારણે વાહન વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. તેના વીડિયો પણ વાયરલ થયા હતા.  

ધારાસભ્યનો પણ એક આવો વીડિયો આવ્યો છે સામે 

તેની પહેલા પણ જૂનાગઢ શહેરથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ધારાસભ્ય સંજય કોરાડિયાને પણ વિરોધ સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેર પાણી પાણી થઈ ગયું હતું. પહેલા તો ધારાસભ્ય લોકોની મદદે આવ્યા પરંતુ જ્યારે લોકોએ તેમને મુશ્કેલી વણવી ત્યારે તેઓ ભડકી ઉઠ્યા હતા.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?