રાઘવજી પટેલ એક્શનમાં, કૃષિ વિભાગની લેબોરેટરીની લીધી ઓચિંતી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-01-06 16:50:11

કૃષિમંત્રી રાઘવજી પટેલ કૃષિ વિભાગની કચેરીઓની સતત સરપ્રાઈઝ વિઝીટ કરી રહ્યા છે. આજે રાઘવજી  પટેલે કૃષિ વિભાગની લેબોરેટરીની ઓચિંતી વિઝીટ કરી હતી. રાઘવજી પટેલ ગાંધીનગર સેક્ટર 15 ખાતે આવેલી રાજ્યના કૃષિ વિભાગની જમીન ચકાસણી લેબોરેટરીની અચાનક મુલાકાત કરી હતી. 


શું કહ્યું રાઘવજી પટેલે


રાઘવજી પટેલએ આજે રાઘવજી પટેલે કૃષિ વિભાગની લેબોરેટરી (જમીન ચકાસણી પ્રયોગ શાળા) ની ઓચિંતી મુલાકાત લીધી હતી. અને કર્મચારીઓની હાજરી અંગે ચકાસણી કરી હતી. તેમણે કૃષિ વિભાગના સૌ કર્મચારીઓને હજુ પણ વધુ ક્ષમતા સાથે કાર્યરત થવાની જરૂર છે તેવું કહ્યુ હતું. વધુમાં તેમને સમયબધ્ધતા, સેવાબદ્ધતા અને કૃષિ સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટે પ્રેરણા આપી હતી.


રાઘવજી પટેલ સતત એક્સન મોડમાં


રાઘવજી પટેલ તેમના હસ્તકના કર્મચારીઓની હાજરી અને કાર્યપધ્ધતી સુધારવા માટે અતિ સક્રિય બન્યા છે. રાઘવજી ભાઈએ ગઈ કાલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. જેમાં  ખુદ મત્સ્ય ઉધોગ કમીશનર નિતિન સાંગવાન મંત્રીની મુલાકાત સમયે ગેરહાજર હતા. આ સાથે  હિસાબી અધિકારી એમ વિ છાયા, નાયબ નિયામક – એમ ડી થાનકી, આસીસ્ટન્ટ ડિરેક્ટર – એન એમ શુક્લ, ડેપ્યુટી ડાયરેક્ટર- એમ કે ચૌધરી ગેર હાજર રહ્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?