ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોઈને કોઈ વાતને લઈ રાજ્ય સરકાર પર આપ દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યારે આજે ફરી એક વખત ભાજપ સરકાર આપના નિશાના પર આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યું છે તેને મુદ્દો બનાવી આપે ભાજપ પર પ્રહાર કર્યા છે. રાઘવ ચડ્ડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ પેપર નહીં તમારા બાળકોના ભવિષ્ય ફૂટ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આ કોઈ નાનો ગુનો નથી. આનાથી રાજ્યભરના વિદ્યાર્થીઓનું ભાવિ સંકટમાં મુકાઈ જશે.
ચૂંટણીમાં ભાજપની કિસ્મત ફોડી નાખો - રાઘવ ચડ્ડા
ભાજપ સરકાર પર અનેક વખત આમ આદમી દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કોઈ પણ મુદ્દો હોય આપ હમેશા તે મુદ્દાને લઈ ભાજપને નિશાના પર સાધતું રહે છે. પેપર લીક મુદ્દાને લઈ ગુજરાત સરકાર પર નિશાન સાધતા રાઘવ ચડ્ડાએ કહ્યું કે આ પેપર નહીં તમારા બાળકોના ભવિષ્ય ફૂટ્યા છે. તમે ચૂંટણીરૂપી પરીક્ષામાં બદલો લઈને ભાજપની કિસ્મતને અંધકારમાં મૂકી દો. તેમણે ઉમેર્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની તો 100 દિવસની અંદર પેપરલીક મુદ્દે કાયદો લાવી આરોપી સામે કડક પગલા લેવામાં આવશે. તેમણે કહ્યું કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા કાયદા બનાવામાં આવે.
AAP રાજ્યસભા સાંસદ અને AAP ગુજરાત સહ-પ્રભારીશ્રી રાઘવ ચઢ્ઢાની મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ #LIVE https://t.co/oKRlfdEvmd
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 13, 2022
ભાજપની ગૌરવ યાત્રા પર પણ રાઘવના પ્રહાર
પોતાનો પ્રચાર કરવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. તેની પર પ્રતિક્રિયા આપતા રાઘવે કહ્યું કે ભાજપને શેનુ ગૌરવ છે જેની યાત્રા કાઢી રહી છે. એક બાજુ પેપર ફૂટે છે અને બીજી બાજુ તેઓ જનતાના બાળકોના ભવિષ્યને અંધકારમાં નાખી રહી છે.