IPLની મેચ જોવા પહોચેલા રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરા આવ્યા ચર્ચામાં! સ્ટેડિયમમાં લાગ્યા 'પરિણીતિ ભાભી ઝિંદાબાદ'ના નારા! વીડિયો થયો વાયરલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-04 11:48:42

છેલ્લા ઘણા સમયથી એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા ચર્ચામાં રહ્યા છે. ટૂંક સમયમાં બંને સગાઈ કરવાના છે તેવી વાતો વહેતી થઈ હતી. ત્યારે સગાઈને ચાલતી અટકળો વચ્ચે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક સાથે દેખાયા હતા. બુધવારે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચને જોવા બંને પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થયો છે જેમાં બંને મેચ જોતા નજરે પડ્યા છે. તે ઉપરાંત પરિણીતિ ભાભી ઝિંદાબાદના નારા પણ લોકોએ લગાવ્યા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

      


મેચ જોવા પહોંચ્યા પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા!   

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક બીજાને ડેટ કરી રહ્યા છે તેવા સમાચારો અનેક વખત સામે આવતા રહે છે. ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના છે તેવા સમાચારો પણ અનેક વખત સામે આવ્યા છે ત્યારે લેટેસ્ટમાં તેમની સગાઈને લઈ ચર્ચા થઈ રહી છે. ત્યારે બુધવારે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મોહાલીમાં મેચ જોવા પહોંચ્યા હતા. બંને એક સાથે દેખાતા સોશિયલ મીડિયા પર ફરી એક વખત તેમની ડેટિંગની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.


શું બંને કરવાના છે સગાઈ?  

સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થતી રહે છે. ત્યારે મેચ દરમિયાનની તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં પરિણીતિએ બ્લેક ડ્રેસ પહેર્યો છે તો રાઘવએ બ્લુ શર્ટ પહેર્યો છે. બંનેને એક સાથે જોતા સ્ટેડિયમમાં હાજર લોકોએ પરિણીતિ ભાભી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.મેચ પછીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવી પણ વાતો વહેતી થઈ છે કે 13 મેના રોજ બંને જણા સગાઈ કરવાના છે. આ વાતની પુષ્ટી બંનેમાંથી કોઈએ નથી કરી.      




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..