સંજય સિંહ બાદ હવે રાઘવ ચઢ્ઢા પણ રાજ્યસભામાંથી સસ્પેન્ડ, શા માટે થઈ કાર્યવાહી? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-11 19:42:32

સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં વિપક્ષના સાંસદો સામે બંને ગૃહોના અધ્યક્ષે કડક કાર્યવાહી કરવાનું ચાલું રાખ્યું છે. આ સત્રમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયા બાદ હવે બીજા એક નેતા રાઘવ ચઢ્ઢાને પણ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આપના સાંસદ રાઘવ ચઢ્ઢાના સસ્પેન્શનનો પ્રસ્તાવ પીયૂષ ગોયલ દ્વારા રજૂ કરાયો હતો, જેમણે કહ્યું કે રાઘવ ચઢ્ઢાની કાર્યવાહી અનૈતિક હતી. ગોયલે ચઢ્ઢા પર વિશેષાધિકાર હનનનો આરોપ લગાવતા કહ્યું કે ચઢ્ઢાનું આચરણ અયોગ્ય અને સંસદ સભ્ય માટે અશોભનીય છે. સસ્પેન્શનનો આ નિર્ણય તેમના વિરુદ્ધ તપાસ કરી રહેલી વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી યથાવત રહેશે. 


રાઘવ ચઢ્ઢાને શા માટે સસ્પેન્ડ કરાયા?


રાઘવ ચઢ્ઢા પર આરોપ છે કે તેમણે રાજ્યસભામાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર ખરડો પસાર કરવાની પ્રક્રિયા દરમિયાન પ્રવર સમિતિના ગઠનનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સમિતિ માટે ચાર સાંસદો, સસ્મિત પાત્રા, એસ ફાન્ગનૉન કોન્યાક, એમ થંબીદુરઈ અને નરહરિ અમીનનું નામ તેમની મંજૂરી વગર સામેલ કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડે 9 ઓગસ્ટ, બુધવારે આ સાંસદોની ફરિયાદોને વિશેષાધિકાર સમિતિ પાસે મોકલી દીધી હતી, જેમાં આરોપ લગાવાયો કે ચઢ્ઢાએ નિયમોનું ઉલ્લંઘન કરતા તેમની સહમતિ વગર ગૃહની પ્રવર સમિતિમાં તેમના નામ સામેલ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.


રાઘવ ચઢ્ઢાએ કરી આ દલીલ


પોતાના સસ્પેન્શન મુદ્દે રાઘવ ચઢ્ઢાએ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું કે એક સાંસદ કોઈ પણ સમિતિની રચના માટે નામનો પ્રસ્તાવ કરી શકે છે. જે વ્યક્તિનું નામ પ્રસ્તાવિત છે તેમના હસ્તાક્ષરની ન તો જરૂર  છે અને ન તો લેખિત સહમતિની અનિવાર્યતા છે. તેમણે કહ્યું કે માની લો કે હું જન્મદિવસની પાર્ટી આયોજિત કરું છું અને 10 લોકોને આમંત્રિત કરું છું, તેમાં આઠ આવે છે અને બે મારા નિમંત્રણનો સ્વીકાર નથી કરતા. તેના બદલે તેઓ મારા પર આરોપ લગાવે છે કે અમને જન્મદિવસ પર આમંત્રિત કરવાની હિંમત કઈ રીતે કરી? આ મામલે આ જ થયું છે. મેં તેમણે સમિતિનો ભાગ બનવા માટે આમંત્રિત કર્યા છે.


સંજય સિંહ પણ સસ્પેન્ડ રહેશે?


પીયૂષ ગોયલે એમ પણ કહ્યું કે સંજય સિંહનું આચરણ પણ અત્યંત નિંદનીય હતું. સસ્પેન્શન બાદ પણ તેઓ ગૃહમાં બેસી રહ્યા. જેના કારણે ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી હતી. આ ખુરશીનું અપમાન છે. સંજય સિંહ અત્યાર સુધીમાં 56 વખત વેલમાં આવી ચુક્યા છે, જે દર્શાવે છે કે તેઓ ગૃહની કાર્યવાહી ખોરવવા માંગે છે. રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી સંજય સિંહ સસ્પેન્ડ રહેશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?