રાફેલ સોદાની પુનઃ તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો શું કહ્યું સર્વોચ્ચ અદાલતે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 18:34:57

સુપ્રીમ કોર્ટે 36 રાફેલ ખરીદી કેસમાં નવેસરથી પુનઃ તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમે આ સોદાની તપાસ સંબંધી જાહેર હિતની  અરજી પર વિચાર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. મુખ્ય ન્યાયમૂર્તિ યુ યુ લલિત અને ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટ્ટની બેન્ચે જો કે વકીલ એમ એલ શર્માની તે દલીલ પર વિચાર કર્યો કે સોદા સંબંધીત તમામ પુરાવા એકત્રિત કરવા માટે વિનંતી પત્ર જાહેર કરવાની સુચના જાહેર કરવામાં આવે.અગ્રણી વકીલ એમએલ શર્માએ કેટલાક મીડિયા રિપોર્ટને ટાંકીને પુન: તપાસની માંગ કરી હતી. આ મીડિયા રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ડસોલ્ટ એવિએશને રાફેલ ડીલ માટે એક ભારતીય વચેટિયાને એક અબજ યુરોની ચુકવણી કરી હતી.


સુ્પ્રીમમાં શું કહ્યું અરજીકર્તાએ?


ભારતના મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની બેન્ચે એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરેલી પીઆઈએલને ફગાવી દેતા કહ્યું હતું કે “આ મામલામાં કોર્ટ દ્વારા દખલગીરી માટે કોઈ વાજબી ઠેરવવામાં આવતું નથી”આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે એડવોકેટ શર્માએ કોર્ટમાં અપીલ કરી છે અને કહ્યું છે કે એક દિવસ એવો આવશે જ્યારે દરેક વ્યક્તિ અસહાય અનુભવશે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર પર સવાલ ઉઠાવવા કોઈ આગળ આવ્યું નથી. તેના પર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે અમે પહેલા જ આદેશ પસાર કરી ચુક્યા છીએ.


સુપ્રીમે આ પૂર્વે પણ ફગાવી હતી PIL


સુપ્રીમ કોર્ટ રાફેલ જેટ વિમાનોની ખરીદીને લઈ આ કરાયેલી અરજી આ પુર્વે પણ ફગાવી ચુકી છે. 14 ડિસેમ્બર 2018ના દિવસે સુપ્રીમે 36 રાફેલ ખરીદીની તપાસને તેમ કહીંને ફગાવી દીધી હતી કે નિર્ણય લેવાની પ્રક્રિયા પર વાસ્તવમાં શંકા કરવાને કોઈ મતલબ નથી.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?