ખેડૂતો આનંદો! ઘઉં, જવ, ચણા, મસૂરના ટેકાના ભાવ (MSP) 7% સુધી વધવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-09-18 17:26:54

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા અને ત્યાર બાદ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ જ કારણે કેન્દ્ર સરકાર ખેડૂતોને ખુશ કરવા માટે મહત્વનો નિર્ણય કરવા જઈ રહી છે. એક રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર  છ રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરી શકે છે. વર્ષ 2024-25ની માર્કેટિંગ સિઝન માટે છ રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં 2 ટકાથી 7 ટકા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, શિયાળુ પાકમાં ખાસ તો, ઘઉં અને મસૂરના ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો થવાની અપેક્ષા છે. ભારતના કુલ ખાદ્યાન્ન ઉત્પાદનમાં રવિ સીઝનનો હિસ્સો લગભગ 50 ટકા છે. અત્યારે પણ સરકારને ખેડૂતો પાસેથી ખરીદી વધારવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે ઓપન માર્કેટમાં ઊંચા ભાવ મળતાં હોવાથી ખેડૂતો સરકારને માલ વેચવાનું ટાળે છે. 


ઘઉં અને મસૂરનો MSP કેટલી વધશે?


કેન્દ્ર સરકારે ગઈ સીઝનમાં મુખ્ય રવિ પાક ઘઉંનો ટેકાનો ભાવ 5.5 ટકા વધારીને પ્રતિ ક્વિન્ટલ 2,125 રૂપિયા કર્યો હતો જ્યારે મુખ્ય રવિ દાળમાં સ્થાન ધરાવતી મસૂરનો ટેકાનો ભાવ 9.1 ટકા વધીને 6,000 રૂપિયા કર્યો હતો. ગઈ સીઝનની તુલનાએ આગામી સીઝન માટે ઘઉંનો ટેકાનો ભાવ 7 ટકા વધીને 2,275થી 2,300 રૂપિયા જ્યારે મસૂરનો ટેકાનો ભાવ 6,425-6,450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે. ટેકાના ભાવ વધશે તો ફૂડ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (FCI) નાફેડ (નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા) અને NCCF (નેશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા લિ.)ને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં અનાજ અને કઠોળ-દાળની ખરીદી કરવામાં મદદ મળશે.


ચણા અને જવનો  MSP પણ વધશે?


કેન્દ્ર સરકાર જવ અને ચણાના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં ગયા વર્ષ જેવો જ વધારો થઈ શકે છે. ચણાનો ટેકાનો ભાવ 2 ટકા જેટલો નજીવો વધીને 5,440થી 5,475 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે જ્યારે જવનો ટેકાનો ભાવ 6.6 ટકા વધીને 1,850થી 1,900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઈ વખતે સરકારે માર્કેટિંગ વર્ષ 2023-24 માટે ચણાનો ટેકાનો ભાવ 2 ટકા વધારીને 5,335 રૂપિયા કર્યો હતો જ્યારે જવનો ભાવ 6.1 ટકા વધારીને 1,735 રૂપિયા કર્યો હતો.


સરસવનો MSP 4% વધશે


સરસવનો લઘુત્તમ ટેકાનો ભાવ 3.6થી 4 ટકા વધારીને 5,650થી 5,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવે તેવું અનુમાન છે. અત્યારે સરસવનો ટેકાનો ભાવ 5,450 રૂપિયા છે. સનફ્લાવરનો ટેકાનો ભાવ 2.6 ટકાથી 3 ટકા વધારીને 5,800થી 5,850 રૂપિયા થઈ શકે છે. અત્યારે સનફ્લાવરનો MSP રૂ.5,650 છે.

અધિકારીના જણાવ્યા મુજબ કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસીસ (CACP) એ તેની ભલામણો રજૂ કરી છે, અને કેબિનેટ નોંધ તેમની ટિપ્પણીઓ માટે વિભાગોને મોકલવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?