રબારી, ભરવાડ, દલિતો, આદિવાસીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોને ઘર નહીં, શું આ માણસો નથી?


  • Published By :
  • Published Date : 2023-04-05 21:44:16

દેશની આઝાદીને 75 વર્ષ થયા આ સમયગાળા દરમિયાન ભારતે વિકાસની હરણફાળ ભરી છે. જો કે દેશમાં સામાજીક સુધારણા ક્ષેત્રે કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. આપણા દેશના લોકો ધર્મ, જાતિ, કોમ અને સંપ્રદાયના વાડામાં વહેંચાયેલા છે. કેટલાક સત્યો એવા છે, જે જાણે સર્વ સ્વિકૃત બની ગયા છે. જાતિવાદ આપણા સમાજમાં એટલી હદે ઘર કરી ગયો છે કે નીચલી જાતિની કોઈ વ્યક્તિને રહેવા માટે ઘર ખરીદવું હોય તો પણ નથી મળતું. જમાવટની ટીમે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બિલ્ડરોની ઓફિસોમાં જઈને સ્ટીંગ ઓપરેશન કરતા આ ચોંકાવનારૂ સત્ય બહાર આવ્યું છે.


જમાવટે કર્યું સ્ટીગ ઓપરેશન


જમાવટના પત્રકારે બિલ્ડરોની ઓફિસોમાં જઈને ઘર ખરીદવા માટે પૂછપરછ કરી તો જાતિવાદનું નગ્ન સત્ય જાણવા મળ્યું હતું. અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર વિવિધ બિલ્ડર્સની ઓફિસોની મુલાકાત લેતા જાણવા મળ્યું કે અહીં નીચલી જાતિના લોકો માટે ઘર ખરીદવું એ લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ કાર્ય છે. આ બિલ્ડરો રબારી, ભરવાડ, દલિતો, ખ્રીસ્તીઓ અને મુસ્લીમોને તો ફ્લેટ વેચતા જ નથી. 


સામાજીક સમાનતાની માત્ર વાતો


નિચલી જાતિના લોકો ગમે તેટલો ઉઁચુ હોદ્દો, મોટો પગાર કે ગુણવાન હોય તેમ છતાં તેમને સારા વિસ્તાર અને લોકાલિટીમાં ફ્લેટ ખરીદવો અશક્ય છે. સમાજના ઉચ્ચ વર્ગના લોકો સામાજીક સમાનતાની વાતો બહું ઉંચી-ઉંચી કરે છે પણ ખરેખર જ્યારે તેનું પાલન કરવાનું આવે ત્યારે તેમનું અસલ ચરિત્ર બહાર આવી જાય છે. આપણા સમાજમાં જાતિવાદનું જોર એટલું પ્રબળ છે કે કોઈ નીચલી જાતિનો માણસ બિલ્ડરોને ફ્લેટની કિંમત રોકડમાં ચૂકવે તો પણ તે ફ્લેટ ખરીદી શક્તો નથી.  દેશ અને રાજ્યમાં ઉચ્ચ વર્ણના લોકોની માનસિક્તા હજુ પણ જુનવાણી છે. આર્થિક રીતે સાધન સંપન્ન વર્ગના આ લોકો દલિતો, રબારી, ભરવાડ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોનું નામ પડે ત્યારે નાકનું ટેરવું ચઢાવી દેતા હોય છે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?