એનસીબીની સ્પેશિયલ વિજલેન્સ ટીમે અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન મામલામાં રિપોર્ટ દિલ્લી એનસીબીને સોંપી દીધી છે. તપાસમાં જોવા મળ્યું છે કે આ કેસમાં ઢીલાશ રાખવામાં આવી હતી. તપાસમાં સામેલ અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે 65 જેટલા લોકોના નિવેદનનો નોંધવામાં આવ્યા. ઘણા લોકોએ પોતાના નિવેદનો 4-5 વાર બદલાવ્યા હતા
7-8 અધિકારીની તપાસ કામગીરી પર શંકા
આર્યન ખાન કેસના તપાસ દરમિયાન અમુક મામલાની તપાસમાં ખામીઓ જોવા મળી છે. તપાસમાં અમુક લોકો સિલોક્ટિવ હોવાની વાત પણ સામે આવી છે. આ મામલે 7-8 એનસીબી અધિકારીની ભૂમિકા પર શંકા રાખવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
મુંબઈ ક્રુઝ કેસમાં આર્યન ખાનને એનસીબીએ ક્લિન ચીટ આપી દીધી છે. ત્યાર બાદ સરકારે તપાસમાં જોડાયેલા અધિકારીની ભૂમિકા પર તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આર્યન ખાનને ગત વર્ષના ઓક્ટોબર માસમાં ક્રુઝ પર ઝડપવામાં આવ્યો હતો. આ ક્રુઝ પર ડ્રગ્સ લેવામાં આવી રહી હતી. આર્યન ખાનને 22 દિવસની જેલ કરવામાં આવી હતી ત્યાર બાદ જેલ મુક્ત કરવામાં આવ્યો હતો.