મહેસાણાના કડીમાં પીઆઇ જે.પી સોલંકીની બદલીની બદલી પર ઉઠ્યા સવાલો, કોના ઈશારે કરાઈ ટ્રાન્સફર?


  • Published By :
  • Published Date : 2023-11-09 17:02:33

મહેસાણા જિલ્લાનું કડીમાં હત્યા, લૂંટ અને ચોરીઓની ઘટનાઓ અવારનવાર બને છે, તો બીજી તરફ  દારૂ જુગાર અને ક્રિકેટ સટ્ટાનું મોટું હબ બન્યું છે. અહી બૂટલેગરો અને અસમાજીક તત્વો એટલા બેફામ છે કે અહી DYSP જેવા અધિકારીઓ ઉપર પણ હુમલા થઈ ચૂક્યાછે. જો કે આ બધાની વચ્ચે કડી પોલીસ મથકમાં અનેક પોલિસ અધિકારીઓ અને પોલીસ  કર્મચારીઓ પણ સસ્પેન્ડ થયા છે. કયાંક દારૂ જુગારના કેસો ન કરવા તો ક્યાક દારુ ને સગે વગે કરવાના મામલે કડી પોલીસ મથકમાં હંમેશા પોલીસ અધિકારીઓ ચર્ચામાં રહેતા હોય છે. તેવામાં વધૂ એક વિવાદ સામે આવ્યો છે. ગાંધીનગર રેંજ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે કડી પોલીસ સ્ટેશનના પી.આઇ જે.પી. સોલંકીની બદલી કરાતા સમગ્ર પોલીસ બેડામાં ખળબળાટ મચી જવા પામ્યો હતો. તાત્કાલિક અસરથી બદલી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. તેમજ કડી પોલીસ સ્ટેશનમાં પી.આઈ એ.યુ રોઝને વધારાનો ચાર્જ સોંપાયો છે. પી.આઇ જે.પી. સોલંકીની બદલી કોના ઈશારે કરાઈ તે આજે મોટી ચર્ચાનો વિષય બન્યો છે.


 જે.પી સોલંકીની બદલી શા માટે?


કડીમાં નવા પી આઇ જે.પી સોલંકીની તારીખ 16.9.2023ના રોજ નિમણુક થઈ હતી. જે.પી સોલંકી ની કડી પી.આઇ તરીકે બદલી થતાની સાથે પી.આઇ એ દારુ જુગાર અને ક્રિકેટ સટોડિયા પર અનેક કેસ કર્યા જેના કારણે ક્રિકેટ સટોડિયા કડી છોડવા મજબુર બન્યા હતા. માત્ર પોણા બે મહિનાના સમય ગાળા દરમિયાન 100થી વધારે જુગારી ઝડપી લીધા તો બીજી તરફ કડી માં બેસી એમેરિકાના નાગરિકોને ઠગતા ટોળકીનું એક કોલ સેન્ટર પણ પકડાયું એક દીવસ અગાઉ કડીના કસ્બા વિસ્તારમાંથી એમ.ડી ડ્રસનો કાળા કારોબારનો પર્દાફાસ પણ કર્યો  જો કે આ બધાની વચ્ચે એક એવી ઘટના બની જેમા કડી ના પી આઈ ની તાત્કાલિક બદલી થઈ વાત જાણે એમ છે. કડી પોલીસે ને બાતમી મળી કે છત્રાલ રોડ પર એક લકઝરી આવી રહી છે જેમાં ઓન લાઇન જુગાર રમાય છે. જેમાં પોલીસે રેડ કરી 21 લોકો સામે એફ.આઇ.આર નોંધી જો કે ત્યાર બાદ પોલીસ પર આરોપ લાગ્યા કે આ કેસમાં પોલીસે 17 લાખનો તોડ કર્યો છે. આ આરોપ ખુદ કડીના ભાજપના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ લગાવ્યા હતા. આ કેસમાં ધારાસભ્ય કરશનભાઇ સોલંકી ખુદ કડી પોલીસ મથકમાં ગયા અને આ કેસમાં આરોપીને છોડાવવા ભલામણ કરી હતી તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે. જો કે ત્યાર બાદ આરોપીને જામીન આપ્યા પણ ત્યાર બાદ રાજકિય માહોલ ગરમાયો અને પોલીસે તોડ કર્યાનો આરોપ અંગેનો મામલો ગાંધીનગર ગૃહ રાજ્ય મંત્રી અને રેન્જ આઇ જી સુઘી પહોંચ્યો હતો. 


અનેક સવાલો રહ્યા વણઉત્તર


કડીના પી આઇ જે.પી સોલંકીની બદલીને લઈ તાત્કાલિક પી.આઈની બદલી થઈ જો કે સવાલ એ થાય છે કે જો પોલીસે પૈસા લીધા તો FIR શા માટે કરી અને FIR નોંધાઇ તો પૈસા શા માટે પોલીસને આપવા પડ્યા? એવા તો કેવા જુગારી હતા કે જેની ભલામણ ખુદ ધારાસભ્ય કરવા આવ્યા ? જો પોલીસે પૈસા લીધા હતા તો તેની ફરિયાદ ધારાસભ્ય દ્વારા એસીબીમાં ફરિયાદ કેમ કરવામાં ન આવી? સવાલ એ પણ થઇ રહ્યો છે કે શું જુગારી અને બુટલેગર ને સાચવવા અને પોલીસ રેડ ન કરે તે માટે પોલીસ પર આ રીતે દબાણ કરવામા આવે છે? રેન્જ આઈએ તપાસના આદેશ આપ્યા વિના જ રાજકિય ઇશારે બદલી કરી નાખી હોય તેવું ભર બજારે ચર્ચાઈ રહ્યું છે તે પણ ઘણા સવાલ ઉભા કરે છે. શું ખાખીના કામ સામે ખાદીની ઈસ્ત્રી ઢીલી થઇ ગઈ કે ખાખી નારાજ થતાં તેમને મનાવવા પી.આઈની બદલી કરી દેવાઈ?



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.