ગુજરાતમાં અનેક એવી યોજનાઓ છે જેની કામગીરી પેપર પર તો 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ વાસ્તિવિક્તા એવી છે જે આપણને દુખી કરી શકે તેવી છે. અમે વાત કરી રહ્યા છે નલ જે જલ યોજનાની. આમ તો ગુજરાત સરકારના કહ્યા મુજબ ગુજરાતના તમામ સાડા અઢાર હજાર ગામડામાં, 250થી વધુ તાલુકામાં અને 33 જિલ્લામાં ઘરેઘરે નળથી જળ પહોંચી ગયું છે, કાગળ પર તો આ થઈ ગયું છે પણ અમે જમીન પર આ દાવાને ચકાસવા જઈએ છીએ તો હકીકત કંઈક અલગ નજર પડે છે, ખૈર મુદ્દો અત્યારે એ નથી, મુદ્દો છે સરકારે વાસ્મો મામલે મહીસાગરમાં પગલા લીધા છે તો દાહોદ અને શહેરાને કેમ છોડી દીધા છે? આવો આ મામલે વિગતવાર વાત કરીએ...
રિપોર્ટમાં છાપવામાં આવી અલગ માહિતી!
સૌથી પહેલા એક વીડિયો બતાવવો છે જેમાં વાસ્મોનો રિપોર્ટ બતાવવામાં આવ્યો છે. આ રિપોર્ટ દેખાડી રહ્યો છે કે ગોધરા અને શહેરા તાલુકામાં વાસ્મો દ્વારા નલ સે જલની કામગીરી થઈ છે. પરંતુ આ મામલે કામગીરી કહેવું યોગ્ય થશે કે ભ્રષ્ટાચારી કામગીરી થઈ છે એવું કહું તો યોગ્ય રહેશે? 96 પાનાના રિપોર્ટમાં નલ સે જલ પ્રોજેક્ટના ફોટો સહિત કામગીરી દેખાડવામાં આવી છે પણ તમને જાણીને નવાઈ લાગશે કારણ કે આમાંથી અમુક ફોટો જ ખોટા છે. જે ફોટો દેખાડવામાં આવ્યા છે એમાં અમુક જગ્યા એવી છે કે ત્યાં કામગીરી થઈ જ નથી અથવા અમુક ફોટો એવા છે કે તેમાં જે લોકો દેખાડવામાં આવ્યા છે હકીકતમાં તેવા કોઈ લોકો ત્યાં રહેતા જ નથી.
રિપોર્ટમાં શું બતાવાયું અને શું છે વાસ્તવિક્તા...
ખરેખરમાં કબીરપુર પંચાયતના વાલખાટના મુવાડા અને નિશાળફળિયાના જે ફોટો રિપોર્ટમાં દેખાડવામાં આવ્યા છે તેવા કોઈ વ્યક્તિ ત્યાં રહેતા જ નથી. બીજી વસ્તુ એ તો એનાથી પણ ભયાનક છે વાલખાટના મુવાડામાં 40 ઘરોને નળ જોડાણ કરી આપી નલ સે જલ યોજના મારફતે પાણી પહોંચાડ્યું છે તેવું આરિપોર્ટમાં લખ્યુંછે પણ હકીકતમાં ત્યાંકોઈપાઈપ લાગ્યા જ નથી અને વાલખાટના એક પણ એક પણ ઘરને નળ કનેક્શનથી પાણી પહોંચ્યું જ નથી. ત્રીજી અને સૌથી મહત્વની વાત કે આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે નિશાળ ફળિયામાં 25 ઘરમાં જલથી જલ યોજનાના જોડાણ આપ્યા છે. પાણી પહોંચી ગયું છે પણ પાણી ખાલી કાગળ પર પહોંચ્યું છે હકીકતમાં તો એ યોજનામાં એટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો કે ગામવાળાએ કંટાળીને કહી દીધું કે ભાઈ કામ બંધ કરી દો સાવ આમ ન હોય… કબીરપુર ગ્રામ પંચાયતના વામખાટ અને નિશાળ ફળિયા નામના બંને વિસ્તારમાં આજે પણ ગામની મહિલાઓ હેન્ડપમ્પથી પાણી ભરે છે. કોઈ નળથી પાણી નથી મળ્યું.
1 હજાર ઘરોમાંથી માત્ર 350 ઘરોમાં પહોંચ્યું છે પાણી
અને આ બધુ અહીં જ પૂરું નથી થતું ખજુરી ગામની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે. સરકારના વાસ્મોના રિપોર્ટમાં દેખાડવામાં આવ્યું છે કે ખજુરી ગામની વસ્તી 1 હજાર 695 છે પણ ખરેખર 350 ઘરમાં જ પાણી પહોંચાડીને સરકારે માની લીધું છે કે અમે 100 ટકા જળથી જળ આપી દીધું છે. રિપોર્ટમાં જે ફોટો દેખાડવામાં આવ્યા છે ખરેખર આ કામ સાવ ગુણવત્તા વગરનું છે ખાલી નળ અને કનેક્શન ટેકાવીને આપી દીધા છે.
મહીસાગરમાં પગલા લેવાઈ શકે તો કોઈ બીજી જગ્યાઓ પર કેમ નહીં?
આ બધુ દેખાડી અમે સરકારને એ અપીલ કરીએ છીએ કે ત્યાંના લોકો હેન્ડપંપથી ખેંચીને પાણી લાવે છે તેમના ઘરે તમારી નલ સે જલ યોજના પહોંચાડો જે યોજનાનો તમે દાવો કરી રહ્યા છો કે 100 ટકા નળથી જળ પહોંચી ગયું છે. બીજી ગંભીર વાત અહીંયા એ છે કે હમણા થોડા સમય પહેલા મહીસાગરમાં વાસ્મોની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુલ્યું હતું જે મામલે સરકારે પગલા પણ લીધા છે પણ જ્યારે વિસ્તારનું નામ શહેરા પડે છે ત્યારે સરકારી તપાસ એજન્સીઓ કેમ ગુમ થઈ જાય છે તે નથી સમજાઈ રહ્યું… શહેરા તાલુકામાં નલ સે જલની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. આ ભ્રષ્ટાચારમાં કોઈ પણ વ્યક્તિ સામેલ હોય તેમની સામે કાર્યવાહી થવી જ જોઈે… ચાહે એ ગમે એટલો મોટો નેતા પણ કેમ ન હોય… જે ભ્રષ્ટાચારી છે તેમની સામે કાર્યવાહી થવી જ જોઈએ જેથી એક ઉદાહરણ બેસે કે ભ્રષ્ટાચાર કરશો તો તમારા હાલ કેવા થશે. સરકાર માટે કંઈ પણ કરવું અઘરૂ નથી પરંતુ ઈચ્છા શક્તિ હોવી જોઈએ.